Home પંચમહાલ જીલ્લો આઝાદી ના 75 વર્ષ “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી અંતર્ગત ...

આઝાદી ના 75 વર્ષ “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી અંતર્ગત “હર ઘર તિરંગા” કાર્યક્રમ સંદર્ભે આજ રોજ ઘોઘંબા તાલુકા ખાતે “તિરંગા યાત્રા” કાઢવામાં આવી…..

124
0

પંચમહાલ : 11 ઓગસ્ટ


આજની આ તિરંગા યાત્રામાં ૧૨૮ હાલોલ વિધાનસભા મતવિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી જયદ્રથસિંહજી પરમાર સાહેબ ની અદયક્ષતા માં આ તિરંગા યાત્રા કાડવામાં આવી. આ તિરંગા યાત્રામાં કંજરી સ્ટેટના યુવરાજ મયુરધ્વજસિંહ પરમાર,તાલુકા પ્રમુખ રંગેશ્વરીબેન,પાર્ટી પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ,જિલ્લા પંચાયત સદસ્ય ભીખાભાઈ, શિક્ષણ સમિતિ ના ચેરમેન રમેશભાઈ,યુવા મોરચા પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર,તેમજ ઘોઘંબા સરપંચ નિલેશભાઈ, તેમજ એચ.એસ. વરિયા સ્કૂલના બાળકો,તેમજ સરપંચશ્રીઓ ,ભારતીય જનતા પાર્ટીના દરેક હોદ્દેદારો,કાર્યકર્તાઓ, ચૂંટાયેલ પ્રતિનિધિ,તેમજ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત સદસ્ય ભીખાભાઈ સોલંકી એ ભારત માતા કી જય,વંદે માતરમ્ જેવા નારા થી આખી તિરંગા યાત્રાને ગજવી નાખી હતી.

ભારત માતા કી જય…🇮🇳

અહેવાલ : કંદર્પ પંડ્યા, પંચમહાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here