અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટાની બેઠકમાં અમદાવાદીઓના હિતમાં વધુ એક નિર્ણય લેવાયો છે. 2000ની નોટથી 30-9-2023 સુધી અમદાવાદીઓ ટેક્ષ ભરી શકાશે.
દેશભરમાં 2000 રૂપિયાની નોટ બદલવાની શરૂઆત થઈ ગઇ છે. ત્યારે બેંકો ખુલતાની સાથે જ લોકો બેંકોની શાખામાં જઈને નોટ બદલાવી રહ્યા છે. ત્યારે રિઝર્વ બેંકે નોટો બદલવા માટે માર્ગદર્શિકા જાહેર પણ કરી હતી. જોકે 30 સપ્ટેમ્બર સુધી નોટ બદલાવી શકાશે. પરંતુ આ બધા વચ્ચે AMC એ મહત્વનો નિર્ણય લીધો છે. 2000ની નોટથી એડવાન્સથી ટેક્ષ ભરી શકાશે.

ટેક્ષ ન ભરતા લોકો સામે AMCએ લાલ આંખ કરી નોટિસ ફટકારી છે. 6 કંપનીઓને નોટિસ પાઠવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ 6 કંપનીઓનો રૂ. 2.21 કરોડનો ટેક્ષ બાકી છે. ટેલિફોન કંપનીઓ ટેક્સ નહી ભરે તો RO પરમિટ નહીં આપવામાં આવે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે, આગામી દિવસોમાં હોટલ, હોસ્પિટલ સહિતના સેક્ટરમાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ ટેક્ષ વસુલવામાં તમામ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Related