પાટણ : 29 ઓગસ્ટ
પાટણના અડિયા ગામના પાટીદાર યુવા આગેવાન અને અડીયા નાં દુધેશ્વર મહાદેવ મંદિર નાં સ્વયં સેવક હાર્દિક પટેલ ઉપર રવિવારના રોજ કેટલાક અસામાજીક તત્વોએ તિક્ષણ હથીયાર વડે હિચકારો હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે પાટણની જનતા હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેઓનું પોલીસ દ્વારા નિવેદન લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણના અડિયા ગામે શ્રાવણ અમાસ અને ભાદરવા એકમ બે દિવસના ધાર્મિક મેળાના રવીવાર નાં બીજા દિવસે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા અડીયા દુધેશ્વર મહાદેવ મંદિર પરિસર ના સ્વયંસેવક અને પાટીદાર સમાજના યુવા આગેવાન હાર્દિક પટેલ પર છરી વડે હિચકારો હુમલો કરતા તેઓને સાથળ ના અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી તો મેળા દરમિયાન બનેલાં બનાવને લઇને મેળો મહાલવા આવેલા લોકો એ દોડી આવતા હુમલો કરનારા તત્વો ભાગી છુટેયા હતા. તો બનાવને પગલે મેળામાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ઇજાગ્રસ્ત હાર્દિક પટેલ ને તાત્કાલિક સારવાર અર્થે પાટણ જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
અડીયા ગામે બે દિવસીય દુધેશ્વર મહાદેવજીનો મેળો ચાલી રહ્યો હતો.ત્યારે મેળાના બીજા દીવસે મેળાને સફળ બનાવવા ઇચ્છતા અને રાત દિવસ મહેનત કરી 150 સ્વયંસેવકોની ટિમ સાથે સતત મેળામાં કાર્યરત રહતા અડીયા ગામના યુવાન હાર્દિકભાઈ પટેલ પર રવિવારના રોજ મેળામાં કોઈ અજાણ્યા અસામાજિક ઇસમોએ ઓચિંતો હુમલાની ઘટનાને લોકો એ શખત શબ્દો માં વખોડી કાઢી આવા અસામાજિક તત્વો ને નસિયત કરવા જિલ્લા પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે.
ઈજાગ્રસ્ત બનેલા હાર્દિક પટેલને માથાના અને સાથળના ભાગે છરીના ઘા માર્યા હોય તેઓને જનતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે જ્યાં પોલીસ દ્વારા તેઓનું નિવેદન લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.