Home અંબાજી અંબાજી મંદિરને પ્રસાદની ગુણવત્તા માટે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા...

અંબાજી મંદિરને પ્રસાદની ગુણવત્તા માટે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા ‘‘BHOG’’ પ્રમાણપત્ર અપાયું

177
0

અંબાજી : 7 મે


વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના પ્રસાદની ગુણવત્તા માટે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને અંબાજી મંદિરમાં દર્શનાર્થે આવતા માઇભક્તોને આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તા બાબતે “BHOG’’ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.
તાજેતરમાં જ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર શ્રી આનંદ પટેલને અંબાજીના વિકાસ માટે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને હવે અંબાજી મંદિરના પ્રસાદની ગુણવત્તા માટે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જેનાથી યાત્રધામ અંબાજીની યશકલગીમાં ઉમેરો થયો છે. માતાજીના દર્શનાર્થે આવતા માઇભક્તોને સારી ગુણવત્તાવાળો પ્રસાદ આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કટીબધ્ધ છે.

તાજેતરમાં ગુજરાત સરકારના ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અંબાજી મંદિર ખાતે બનાવવામાં આવતા પ્રસાદ અંગે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા નિયુક્ત થર્ડ પાર્ટી ઓડિટ એજન્સી દ્વારા તપાસણી કરી અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો હતો. જેના સંદર્ભે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હી દ્વારા “BHOG’’ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

અહેવાલ અલ્કેશ સિંહ ગઢવી અંબાજી

અહેવાલ: અલ્કેશ સિંહ ગઢવી અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here