Home અંબાજી અંબાજી જાંબુડી ચેકપોસ્ટ થી મીની ટ્રક માં વિદેશી દારૂ નો જથ્થો ઝડપી...

અંબાજી જાંબુડી ચેકપોસ્ટ થી મીની ટ્રક માં વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો પાલનપુર એલસીબી

133
0

અંબાજી: 11 ઓગસ્ટ


ગુજરાત અને રાજસ્થાન ના સરહદે આવેલું અંબાજી ગુજરાત માં આવેલું છે. રાજસ્થાન થી ગુજરાત માં અવેધ રીતે અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર કર્તય કરવા માં આવતા હોય છે . ગુજરાત માં દારૂબંદી છે જેના લીધે રાજસ્થાન થી ગેરકાયદેસર વિદેશી દારુઓ ની હેરા ફેરી થતી હોય છે. રાજસ્થાન થી અંબાજી ગુજરાત માં પ્રવેશતા છાપરી ચેક પોસ્ટ અને બીજી જાંબુડી ચેકપોસ્ટ આવેલી છે. આ બને ચેકપોસ્ટ પર અંબાજી ના પોલીસ જવાનો ફરજ બજાવતા હોય છે. ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસકર્મીઓ ના ઠીલાઈ ના લીધે આજે પાલનપુર એલસીબી પાલનપુર દ્વારા જાંબુડી ચેકપોસ્ટ થી વિદેશી દારૂ નો મીની ટ્રક ઝડપી પાડ્યો છે. દાંતા તાલુકા માં સતત પાલનપુર એલસીબી નો ફરજ પ્રતિ નો કાર્ય ખુબજ સરાહનીય છે.

આજે અંબાજી ના જાંબુડી ચેકપોસ્ટ પર થી એલસીબી ના પેટ્રોલિગ દરમ્યાન વિદેશી શરાબ થી ભરેલી મીની ટ્રક ઝડપી પાડ્યું હતું. રાજસ્થાન તરફ થી આવતા મીની ટ્રક ના કેબીન પાછળ ગુપ્ત કેબીન બનાવા માં આવ્યું હતું એલસીબી ના તપાસ દરમ્યાન મીની ટ્રક નો રાજ બાહર આવતા વિદેશી દારૂ અને બિયર ની 2868 નગ ગુપ્ત કેબીન થી પકડાઈ હતી. રાજસ્થાન ના બાડમેર જિલ્લા ના જગદીશ સારૂન ટ્રક ચાલક ની અટકાયત કરી હતી. અંબાજી વિસ્તાર માં એલસીબી ની કરીવાહી સરાહનીય છે તો અંબાજી પોલિસ ની કામગીરી પર અનેકો સવાલો ઉભા થઇ રયા છે. ટ્રક માં ઝડપાયેલા વિદેશી દારૂ ની કિંમત 243742/- છે તો ટ્રક ની કિંમત 200000 લાખ સાથે એક મોબાઈલ 10000/- કબજે લેતા કુલ મુદ્દા માલ 453742 કબજે કરતા વધુ આગળ ની તપાસ હાથ ધરી હતી.

અહેવાલ : અલ્કેશ સિંહ ગઢવી, અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here