Home અંબાજી અંબાજી ખાતે ભાદરવી પૂનમ ના મેળા માટે ના પ્લોટ માં ગરીબ –...

અંબાજી ખાતે ભાદરવી પૂનમ ના મેળા માટે ના પ્લોટ માં ગરીબ – પાથરણા વાળા જોડે ભેદભાવ……..

152
0

અંબાજી : 2 સપ્ટેમ્બર


વર્ષો થી ચાલતા ભાદરવી પૂનમ ના મેળા માટે ના પ્લોટ ૫,૦૦૦ ના ટોકન દરે અપાતા હતા, જ્યારે આ વર્ષે અપસેટ કિંમત રૂ.૨૨,૦૦૦ ……

ગબ્બર તેમજ અંબિકા ભોજનાલય પાસે લારી ,પાથરણા વાળા ને હટાવી દેવાયા…

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ ના મહા મેળા ને ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારેહાલ માં મેળા માટે પ્લોટીંગ પાડવાની કામગીરી ચાલી રહી છે ત્યારે પ્લોટ ની કિંમતો માં એકા એક વધારો કરતા નાના વેપારીઓ અને વિધવા બેહનો કે જેમને ટોકન દરે દર વર્ષે પ્લોટ ફાળવતા હતા તેઓ ને આ વર્ષે પ્લોટ મેળવવા માં ભારે અગવડતા પડતી જોવા મળી રહી છે.

ગબ્બર પાથરણા કરી ને બેસતા નાના વેપારીઓ તેમજ લારી ગલ્લા વાળાઓ ને દબાણ ના નામે હટાવી દેવાયા હતા તેમજ મેળા ને વેપાર બનાવી દેવાતા લોકો માં હતાશા છવાઈ હતી.

ત્યારે અંબાજી મંદિર અંબિકા ભોજનાલય તેમજ ગબ્બર પાસે ના વિસ્તાર માં બેસતા પાથરણા વાળા ,લારી ગલ્લા વાળા હટાવી દેવાતા પાછલા ૨ વર્ષો થી કોરોના ના સમય ની માઠી અસર ભોગવતા નાના વેપારીઓ ને આ વખતે યોજવામાં આવેલ ભાદરવાના મેળા માં ધંધો – વેપાર મળવાની આશા હતી પરંતુ સરકાર દ્વારા પ્લોટ ના આસમાને પહોચતા ભાવ ને લીધે નાના વેપારીઓ અને વર્ષો થી પાથરણા કરી પેટિયું રળતા લોકો ના પેટ પર લાત પાડવાની સ્થિતિ ઊભી કરાઇ છે.જેને લઇ ને સ્થાનિક પાથરણા વાળા, લારી વાળા તેમજ વિધવા બહેનો સર્કિટ હાઉસ ખાતે એકઠા થઇ ધરણા પર બેઠા હતા.જેમાં અંબાજી ના પૂર્વ સરપંચ કલ્પના બહેન પટેલ આ વિધવા બહેનો અને પાથરણા વાળા નાના વેપારીઓ ની વહારે આવ્યા હતા અને અંબાજી પોલીસ તંત્ર, સરકાર શ્રી ને અરજ કરેલ છે કે નાના પાથરણા વાળા ,લારી વાળાઓ ને મેળા દરમિયાન બેસવા દેવા માં આવે અને તેમને મેળા દરમિયાન પોલીસ સ્ટાફ કે અન્ય વહીવટી તંત્ર દ્વારા કોઈ જાત ની હેરાનગતી ના કરવામાં આવે તેમજ હાલ માં જે પ્લોટ ની અપસેટ કિંમત ૨૨,૦૦૦ હાજર રાખવામાં આવી છે તો વિધવા બહેનો ને વેપાર ની રીત માં નહિ પરંતુ ટોકન દરે પ્લોટ ની ફાળવણી કરવમાં આવે . એવી અંબાજી ના સ્થાનિક કલ્પના બેન પટેલ દ્વારા માંગ કરવામાં માં આવી છે

અહેવાલ : અલ્કેશ સિંહ ગઢવી અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here