Home અંબાજી અંબાજી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શક્તિ સેવાકેન્દ્ર દ્વારા ૧૦૦૦ બાળકો...

અંબાજી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શક્તિ સેવાકેન્દ્ર દ્વારા ૧૦૦૦ બાળકો સાથે તિરંગા યાત્રા નું આયોજન કરાયું……

156
0

અંબાજી: 13 ઓગસ્ટ


અંબાજી અને આસ પાસ ના આંતરિયાળ ગ્રામીણ વિસ્તાર ની શાળા ના બાળકો સહિત અંબાજી સ્થાનિક અને કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા લઈ યાત્રા કાઢવામાં આવી….

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવેલ શક્તિ સેવા કેન્દ્ર દ્વારા અંબાજી ની આસ પાસ ના આંતરિયાળ વિસ્તાર ની શાળાઓ અને સ્થાનિક શાળા – કોલેજો ના વિદ્યાર્થીઓ જોડાઈ વિશાળ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.

જેમાં અંબાજી સ્થિત શક્તિ સેવા કેન્દ્ર ના સંચાલક શ્રી ઉષા બેન અગ્રવાલ દ્વારા તેમજ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના સહયોગ થી અંબાજી તેમજ આસ પાસ ના આંતરિયાળ વિસ્તાર ના શાળા ના બાળકો , સ્થાનિક શાળા અને અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના વિદ્યાર્થીઓ, મળી કુલ ૧૦૦૦ બાળકો હાથ માં તિરંગા સાથે ની યાત્રા કાઢવામાં આવેલ હતી. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા ફરકાવવા ની વડા પ્રધાન શ્રી ની વાત ને દેશ વાસીઓ દ્વારા હરખભેર વધાવવા માં આવી છે ત્યારે અંબાજી ના બજાર થી માંડી ને દરેક ઘર ની છત – ધાબા પર તિરંગો લહેરાતો જોવા મળી રહ્યો છે , ત્યારે આદિવાસી ટ્રાઈબલ વિસ્તાર ના બાળકો કે જેમને સ્વતંત્રતા અને ગણતંત્ર દિવસ સિવાય તિરંગા ને દુર થી જોવા નો અવસર પ્રાપ્ત થતો હતો તેઓ પણ ઉત્સાહ ભર હાથ માં તિરંગો લઈ ને ફરતા જોવા મળી રહ્યા છે .

વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ની દેશ ના દરેક વ્યક્તિ ના અંતર માં દેશ પ્રેમ ની લાગણી ને જન્માવવાનો પ્રયાસ સફળ બની રહ્યો છે . શ્રી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ના અધિકારીઓ અને સ્થાનિક ગ્રામીણ અગ્રણીઓ પણ આ તિરંગા યાત્રા માં જોડાઈ ને યાત્રા ને સફળ બનાવી હતી.

અહેવાલ : અલ્કેશ સિંહ ગઢવી, અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here