અંબાજી : 14 મે
આદ્ય શક્તિ જનરલ હોસ્પિટલ માં ફરજ બજાવતા તમામ નર્સિંગ સ્ટાફ ને સન્માનિત કરી, કપરા કાળ માં આપેલ સેવાઓ બદલ આભાર વ્યક્ત કરાયો….
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ના કુંભારીયા માં આવેલ શ્રી વનવાસી ઉત્કર્ષ મંડળ સંચાલીત શ્રી ભવાની નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ૧૨ મે ના રોજ ” ઇન્ટરનેશનલ નર્સ ડે ” ની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં સંસ્થા ના મુખ્ય સંચાલક શ્રી એલ.કે બારડ ની ઉપસ્થિત રહ્યા હતા અને ઇન્સ્ટિટ્યૂટ માં ભણતા વિદ્યાર્થી ભાઈ – બહેનો ને પ્રોત્સાહન આપી સારા ભવિષ્ય ની કામના સાથે શુભેચ્છા પાઠવી હતી, નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ માં નર્સિસ ડે ની ઉજવણી ના ભાગરૂપે ક્વિઝ, રંગોળી, સ્પીચ અને વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું અને છેલ્લે કેક કાપી ને ઉજવણી કરાઈ હતી, વધુ માં નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ના પ્રિન્સીપાલ કોમલબેન જે.ચૌહાણ અને નર્સિંગ ટ્યુટર્ અને વિદ્યાર્થીઓ દ્વારા અંબાજી સ્થિત આદ્ય – શક્તિ જનરલ હોસ્પિટલ માં ફરજ બજાવતા તમામ નર્સિંગ સ્ટાફ અને ઇન્ચાર્જ ને સન્માનિત કરવમાં આવ્યા અને તેમના દ્વારા કપરા કાળ માં દિવસ – રાત આપેલ સરાહનીય સેવાઓ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.