Home પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સમાજ કાર્ય વિભાગ દ્વારા પંચપ્રકલ્પ નાટકો દ્વારા...

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સમાજ કાર્ય વિભાગ દ્વારા પંચપ્રકલ્પ નાટકો દ્વારા જનજાગૃતિ અભિયાનની શરૂઆત ….

155
0
પાટણ : 24 ફેબ્રુઆરી

આઝાદી કા અમૃત મહોત્સવ અંતરગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સમાજકાર્ય વિભાગ દ્વારા શ્રેષ્ઠ ભારતના પંચપ્રકલ્પ અંતરગત પાટણ જિલ્લાના ૧૦ ગામોમાં જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની શરૂઆત કરાવતા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. જે જે વોરાએ આ અભિયાન અંતરગત રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે કુલપતિએ જણાવ્યું હતું કે સમાજકાર્ય વિભાગના ૬૦ વિધ્યાર્થીઓ ૩ ટીમો બનાવી ૧૦ ગામોમાં શેરી નાટકો કરશે. આ નાટકોમાં કોરોના જાગૃતિ, પ્રાકૃતિક ખેતી, બેટી બચાવો, પર્યાવરણ જાગૃતિ, જળ સંચય, ફિટ ઈન્ડિયા, કુરિવાજો સામે જાગૃતિ ફેલાવશે.સમાજકાર્ય વિભાગના પ્રોફેસર ડૉ. રોશનભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે,આ પંચ પ્રકલ્પ અંતર્ગત શેરી નાટકો સિવાય વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ચર્ચા સભા, પોસ્ટર સ્પર્ધા, સહિતના આયોજન વિધ્યાર્થીઓ દ્વારા થશે.
આજે યુનિવર્સિટી કેમ્પસ ખાતે પણ વિધ્યાર્થીઓએ રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા. અને કેમ્પસ ખાતે પણ નાટક પ્રસ્તુતિ રજૂ કરી હતી.
આ પ્રસંગે એન એસ એસ વિભાગના વડા ડૉ જે ડી ડામોર, સમાજકાર્ય વિભાગના અધ્યાપક ડૉ. રોશન અગ્રવાલ, ડૉ. ગાર્ગીબેન, ડૉ. નિશાબેન પટેલે પણ વિધ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here