Home પાટણ હાંશાપુરા દૂધ ડેરી ની દીવાલ તોડી ડમ્પર અંદર ઘુસ્યુ: જાનહાનિ ટળી…

હાંશાપુરા દૂધ ડેરી ની દીવાલ તોડી ડમ્પર અંદર ઘુસ્યુ: જાનહાનિ ટળી…

194
0
પાટણ : ૧૯ જાન્યુઆરી

પાટણ હાશાપુર રોડ પર ગત મોડીરાત્રે અકસ્માત ની ઘટના બની હતી જેમાં ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર દૂધ ડેરી ની દીવાલ તોડી અંદર ઘૂસી ગયું હતું સદનસીબે કોઈ જાનહાની ન થતા મોટી દુર્ઘટના ટળી હતી.

પાટણ હાશાપુર રોડ ઉપર મંગળવારે મોડી રાત્રે ઊંઝા થી પાટણ તરફથી આવી રહેલ ડમ્પર હાશાપુર દૂધ ડેરી રોડ ઉપરથી પસાર થઇ રહ્યું હતું તે દરમિયાન કોઇ અગમ્ય કારણોસર ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર રોડની સાઇડ ઉપર આવેલ હાસપુર દૂધસાગર ડેરી ની દીવાલ તોડી અંદર ઘૂસી ગયું હતું.અકસ્માતને પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે દિવાલ ની બાજુમાં જ કેટલાક શ્રમિકો છાપરા બાંધીને વસવાટ કરે છે. સદનસીબે આ પરિવારોનો આબાદ બચાવ થયો હતો.


અહેવાલ : પ્રતિનિધિ, પાટણ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here