Home ક્ચ્છ હળવદ – માળીયા હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત : બે ઘાયલ

હળવદ – માળીયા હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત : બે ઘાયલ

167
0
હળવદ : 9 ફેબ્રુઆરી

હળવદ: આજે વહેલી સવારે હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટિયા નજીક હાઇવે પર ટ્રેલર ચાલકે કારને અડફેટે લેતા મુંબઈ થી કચ્છ જઈ રહેલ પરિવારને અકસ્માત નડયો છે અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે બેને ઈજા પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે

હળવદ - માળીયા હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત : બે ઘાયલ

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટિયા નજીક કચ્છ-અમદાવાદ હાઈવે પર આજે વહેલી સવારના મુંબઈથી કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બેસલપર ગામે જઇ રહેલ પરિવારની કારને ટ્રેલર ચાલકે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે ઋત્વિક ભાઈ માણાભાઈ અને વસ્તાભાઈ નારણભાઈને ઈજા પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા

બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી જય ત્રણેય મૃતક ની લાસને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આપવાની કાર્યવાહી હાથ ધરી છે

અહેવાલ: બળદેવ ભરવાડ, હળવદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here