હળવદ : 12 ફેબ્રુઆરી
મોરબી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં અગ્રગણ્ય નાગરિકના હોદા પર ચાર સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.જેમા હળવદ બ્રહ્મ સમાજના અગ્રણી અને હળવદ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ અને હળવદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અજયભાઈ રાવલ તથા અન્ય ત્રણ ની મોરબી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ માં જિલ્લાના અગ્રણ્ય નાગરિક તરીકે મોરબી જિલ્લા કલેકટર દ્વારા વરણી કરવામાં આવી છે. તમામ નવનિયુક્ત સભ્યો પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે