Home Other સેન્સેક્સમાં ઉછાળો …. 66 હજારની ઉંચી સપાટીએ પહોંચ્યો ….

સેન્સેક્સમાં ઉછાળો …. 66 હજારની ઉંચી સપાટીએ પહોંચ્યો ….

99
0

શેરબજારમાં 13 જુલાઇ એ આજે ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 66,043 અને નિફ્ટી 19,566ના સ્તરને સ્પર્શ્યો હતો. હાલમાં સેન્સેક્સમાં 600થી વધુ પોઈન્ટ અને નિફ્ટીમાં 170 પોઈન્ટથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અગાઉ સેન્સેક્સ 274 પોઈન્ટ વધીને 65,667 પર ખુલ્યો હતો. નિફ્ટીમાં પણ 111 પોઈન્ટનો વધારો થયો હતો. તે 19,495ના સ્તરે ખુલ્યો હતો. રૂચી સોયાના શેરમાં 5% નો ઘટાડો જોવા મળી રહ્યો છે.

બજારમાં તેજી આવી તેના કેટલાક કારણો છે. જેમાં ઓછી મોંઘવારીથી બજારને સપોર્ટ મળ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થવાને કારણે , ડોલર સામે રૂપિયો મજબૂત થયો છે તેમજ વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં રોકાણ વધારી રહ્યા છે. ભારતના ફોરેક્સ રિઝર્વમાં થયેલા વધારાથી પણ બજાર મજબૂત બન્યું છે. 301 લાખ કરોડના માર્કેટ કેપ સાથે ભારત 5મું સૌથી મોટું સ્ટોક માર્કેટ બની ગયું છે. છેલ્લા 3 વર્ષમાં સેન્સેક્સમાં 78.4%ની વૃદ્ધિ જોવા મળી છે. 2055 લાખ કરોડની માર્કેટ કેપ સાથે અમેરિકન સ્ટોક એક્સચેન્જ વિશ્વમાં નંબર-1 પર છે. છેલ્લા 3 વર્ષમાં 38.1%ની વૃદ્ધિ થઈ છે.

ભારતમાં આ વર્ષે અત્યાર સુધીમાં 82 IPO આવી ચૂક્યા છે. જ્યારે ગયા વર્ષે એટલે કે 2022માં 149 IPO આવ્યા હતા. ભારતમાં IPOની દ્રષ્ટિએ 2017 શ્રેષ્ઠ વર્ષ હતું. ત્યારબાદ કુલ 169 આઈપીઓ આવ્યા. 2018માં 165 IPO આવ્યા હતા. 12 જુલાઈએ HDFC શેર ટ્રેડિંગનો છેલ્લો દિવસ હતો. તેની સ્થાપનાના 45 વર્ષ પછી, HDFC એ જ બેંક સાથે સંપૂર્ણ રીતે વિલીન થઈ ગયું છે જે 1994માં તેની પેટાકંપની તરીકે શરૂ કરવામાં આવી હતી. HDFC સવારે 10 વાગ્યાની આસપાસ રૂ. 2770ની ઉપર 1% ટ્રેડ કરી રહ્યો હતો. તે જ સમયે, તેનો શેર રૂ. 15.35 એટલે કે 0.56% ઘટીને રૂ. 2,732 પર બંધ થયો હતો. આ પહેલા 12 જુલાઈએ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 223 પોઈન્ટ ઘટીને 65,393ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 55 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. 19,384ની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 23માં ઘટાડો થયો હતો અને માત્ર 7 શેરો આગળ વધ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here