Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર સરકીટ હાઉસ ખાતે ગેટ ટુ ગેધર કાર્યક્રમ યોજવામાં આવ્યો..

સુરેન્દ્રનગર સરકીટ હાઉસ ખાતે ગેટ ટુ ગેધર કાર્યક્રમ યોજવામાં આવ્યો..

101
0
સુરેન્દ્રનગર : 18 ફેબ્રુઆરી

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પક્ષ દ્વારા સુરેન્દ્રનગર શહેરના સર્કિટ હાઉસ ખાતે ગેટ-ટુ-ગેધર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં પત્રકારો સાથે બેઠક યોજી અને જિલ્લા ભાજપના હોદ્દેદારો અને પ્રદેશના હોદ્દેદારો દ્વારા ગેટ ટુ ગેધર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર શહેરના સર્કિટ હાઉસ ખાતે વહેલી સવારે ભાજપ પ્રદેશ પ્રવક્તા ઋત્વિજ ભાઈ પટેલ સહિતના પ્રદેશના મહાનુભાવો અને હોદ્દેદારો ઉપસ્થિત રહી અને પત્રકારો સાથે ગેટ ટુ ગેધર કાર્યક્રમ યોજ્યો છે.

ત્યારે આ મામલે ગેટ ટુ ગેધર કાર્યક્રમમાં જે બજેટ તાજેતરમાં રજૂ થયું છે તેના વિશે વાત-ચીત પત્રકારો સાથે કરવામાં આવી છે અને અન્ય રીતે લોકોની સુવિધામાં વધારો થાય અને જે લોકોની સમસ્યા જાણી અને તે હાલ થાય તેવા પ્રયાસો ભાજપના પ્રદેશ નેતાઓ અને જિલ્લાના નેતાઓએ હાથ ધર્યા છે તેવા સંજોગોમાં વહેલી સવારે સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ પ્રવક્તા ઋત્વિજ ભાઈ પટેલ ની હાજરીમાં આ ટુ ગેધર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.


ત્યારે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત માં જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા ડોક્ટર ઋત્વિજ ભાઈ પટેલ સુરેશભાઈ માંગુકિયા સુરેશભાઈ પરમાર ગજેન્દ્રભાઈ ચૌહાણ અને ખાસ ઉપસ્થિતિમાં જિલ્લા મીડિયા સેલના કન્વીનર ભાવેશભાઇ પ્રજાપતિ ઉપસ્થિત રહી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી અને પત્રકારો સાથે ગેટ ટુ ગેધર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે


અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર
Previous articleરાજ્યકક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ
Next articleકોંગ્રેસ પક્ષના ડિજિટલ સભ્ય નોંધણી નો પાટણ શહેર ખાતે આરંભ કરવામાં આવ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here