Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં બાગાયત વિભાગ દ્વારા અર્બન હોર્ટીકલ્ચર તાલીમનું આયોજન કરાયુ    

સુરેન્દ્રનગર શહેરમાં બાગાયત વિભાગ દ્વારા અર્બન હોર્ટીકલ્ચર તાલીમનું આયોજન કરાયુ    

180
0
સુરેન્દ્રનગર : 22 ફેબ્રુઆરી

સુરેન્દ્રનગર નાયબ બાગાયત નિયામક ની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં નાયબ બાગાયત નિયામક એમ. બી. ગાલવાડીયાના માર્ગદર્શન હેઠળ એક દીવસીય અર્બન હોર્ટીકલ્ચ૨ તાલીમનું સ૨દા૨ સોસાયટીમાં આયોજન કરવામાં આવ્યુ હતું. સીટી વિસ્તા૨માં નોકરી અને ધંધાની વ્યસ્તતાના કારણે સોસાયટીના લોકોની માંગણીને ધ્યાને લઇને રાત્રી તાલીમનું આયોજન કરવામા આવ્યુ હતુ. આ તકે મદદનીશ બાગાયત નિયામક ડો. વી. ડી. કાલરીયા અને બાગાયત અધિકારીશ્રી એમ. એમ. ગોસ્વામી હાજ૨ ૨હ્યા હતા.


આ તાલીમમાં મદદનીશ બાગાયત નિયામક એ સોસાયટીના રહીશોને કિચન ગાર્ડનિંગ અંગે માર્ગદર્શન પુરૂ પાડતા જણાવ્યુ હતુ કે, હાલમાં માર્કેટમાં મળતા ફળ અને શાકભાજીના સારા ઉતારા માટે જંતુનાશક દવાનો બહોળી માત્રામાં ઉપયોગ થાય છે, જેના અમુક અંશો ફળ અને શાકભાજીમાં રહી જતા હોય છે, જેની વિપરીત અસ૨ માનવ સ્વાસ્થ્ય પર થાય છે. જેથી લોકો પોતાના ઘર આંગણે જ ખાલી પડેલી જગ્યામાં, ટેરેસ ૫૨ અથવા કુંડામાં ફળ અને શાકભાજીને પ્રાકૃતિક રીતે ઉગાડીને તેનો ઉપયોગ કરે જેનાથી થતા ફાયદામાં ગૃહિણીનો ઘર ખર્ચ ઘટે છે. પ્રાકૃતિક રીતે ઉત્પાદીત ફળ અને શાકભાજીના ઉપયોગથી કુટુંબના સદસ્ય સ્વસ્થ રહે છે, ખાલી પડેલી જગ્યાનો સારો ઉપયોગ થાય તેમજ કીચન ગાર્ડનમાં કાર્ય૨ત ૨હેવાથી શારીરિક કસરત મળે છે. જેથી સ્વાસ્થ્ય તંદુ૨સ્ત રાખી શકાય તથા ઘર આંગણે બાળકોને વિવિધ છોડ, પાકની ઓળખ, ખેતી પધ્ધતિ અને તેની ઉપયોગિતા સમજાવી શકાય છે.
આ તાલીમના અંતે શાકભાજી બિયા૨ણ,  ખાત૨, પાણીનો જારો અને લીંબુના છોડનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

અહેવાલ:  સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here