Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ ધ્વારા આપવામાં આવી મહિલા સ્વરક્ષણ તાલીમ…..

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ ધ્વારા આપવામાં આવી મહિલા સ્વરક્ષણ તાલીમ…..

152
0

સુરેન્દ્રનગર: ૧૯ જાન્યુઆરી


સુરક્ષા સેતુ સોસાયટી સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અંતર્ગત મહિલા સ્વરક્ષણ તાલીમ લીંબડી મોડેલ સ્કૂલ ખાતે યોજાઈ જેમાં મોડેલ સ્કૂલ ખાતે થી આશરે 120 દિકરીઓને તાલીમ આપવામાં આવી હતી ત્યારે આ તાલીમ શ્રીનિર્ભયા ચેરીટેબલ ટ્રસ્ટ ના નેતૃત્વ હેઠળ અને સન્સેય રણજીત ચૌહાણ તેમજ સન્સેય હિતેષ મકવાણા દ્રારા આ તાલીમ આપવામાં આવી હતી.

આ મહિલા સ્વરક્ષણ તાલીમ 11 દિવસની હતી જેમાં 13 વર્ષે થી ઉપરની દિકરીઓને આ તાલીમ આપવામાં આવી હતી જેમાં શાળામાં  અભ્યાસ કરતી દિકરીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું આ સ્વરક્ષણ તાલીમમાં પોતે પોતાની જાતે કંઈ રીતે રક્ષણ મેળવી શકે અને સામેની વ્યક્તિ કઈ રીતે પરાસ્ત કરવી જેના અલગ અલગ દાવપેચ શીખવવામાં આવ્યાં હતાં જેમાં તમાંમ દિકરીઓએ હર્ષભેર તાલીમ લીધી હતી. તાલીમાર્થી તમામ દિકરીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં તેમજ આ તાલીમના સમયગાળા દરમ્યાન લીંબડી મોડેલ સ્કૂલના આચાર્ય સહિત તમામ સ્ટાફનો સહકાર મળ્યો હતો.


અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here