પાટણ : 1 માર્ચ
શિવરાત્રી નાં મહા પર્વ નિમિત્તે પ્રતિ વર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ સિધ્ધપુરના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય જીઆઈડીસી ચેરમેન બલવંતસિંહ રાજપુત દ્વારા સિધ્ધપુર પંથકના પાંચ મહાદેવજી ની શોભાયાત્રામાં સહભાગી બની પુજા અર્ચના અને અભિષેક નો લાભ લઇ પાંચ મહાદેવ નાં આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
શિવરાત્રી પર્વ નિમિત્તે જીઆઈડીસી ચેરમેન બલવંતસિંહ રાજપુતે સિધ્ધપુર પંથકના બ્રહ્માંડેશ્વર મહાદેવ,વાલકેશ્વર મહાદેવ, સીધ્ધનાથ મહાદેવ,સિદ્ધેશ્વર મહાદેવ ( બાવાજી ની વાડી) અને નીલકંઠ મહાદેવની પાલખીયાત્રા માં સહભાગી બની પુજા અર્ચના અને અભિષેક સાથે દર્શન પ્રસાદનો લાભ લઇ આશીર્વાદ સાથે ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે શહેર પ્રમુખ કિરણભાઇ શાસ્ત્રી, વિષ્ણુભાઇ પટેલ, જસુભાઈ પટેલ, વિક્રમસિંહ ઠાકોર, અંકુરભાઈ મારફતિયા, ભાવેશભાઈ રાજગોર, જે.ડી.પટેલ, સુરપાલસિંહ રાજપૂત સહિત મોટી સંખ્યામાં શિવ ભકતજનો ઉપસ્થિતિ રહ્યા હતા.