Home સુરેન્દ્રનગર સાયલા લાલજી મહારાજની મંદિરે સનાતન હિન્દૂ ધર્મ સભા અને ગુરુ...

સાયલા લાલજી મહારાજની મંદિરે સનાતન હિન્દૂ ધર્મ સભા અને ગુરુ વંદના મંચ અંતર્ગત સંત સંમેલન યોજાયું ….

188
0
સુરેન્દ્રનગર : 22 ફેબ્રુઆરી

સાયલા લાલજી મહારાજ ની જગ્યાએ ગુરુ વંદના મંચ ના માધ્યમથી સપ્તર્ષિ પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિર્મોહી પીઠાધીશ્વર દૂધરેજ વડવાળા મંદિરના મહંત કનીરામદાસજી બાપુ, પ.પૂ. મહામંડલેશ્વર દુર્ગાદાસજી બાપુ અને ડી.જી.વણઝારાની વિશેષ ઉપસ્થિતિમાં સપ્તર્ષિ પરિષદ યોજવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સાથે રાજ્ય પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ.પૂ.મહામંડલેશ્વર લલિત કિશોર દાસજી પ્રમુખ સ્થાને તેમજ પ.પૂ. મહામંડલેશ્વર શિવરામ સાહેબની મહામંત્રી ની ઉપસ્થિતમાં યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ વશિષ્ઠ સભાની અંદર હિન્દુઓના ધર્મ ને સુરક્ષિત કરવા માટે આ સભામાં અગિયાર (11) જેટલા ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા જેમાં દેશને હિન્દૂગણ રાજ્ય સ્થાપિત કરવું,દેશની અંદર સંપૂર્ણ ગૌહત્યા બંધ કરવી,મુસ્લિમ સંગઠન દ્વારા હિન્દુઓની હત્યા થઈ રહી છે તેની સામે હિન્દુઓને સંગઠિત કરવામાં આવે તે માટે સંતો કામ કરશે,સાથે સંતોનું માર્ગદર્શન થકી સરકાર કામ કરે તે બાબતે સરકાર ને રજુઆત કરવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું..

આ કાર્યક્રમ માં ગુજરાત ભરમાંથી સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતભર ના વિવિધ વિસ્તારો માં સનાતન ધર્મના પ્રતિનિધિ તરીકે સપ્તર્ષિ પરિષદનું માળખની નિમણૂક કરાઈ હતી ભારતમાં ધર્મને સાધુઓના રક્ષણ માટે આ પરિષદ બોલાવાઈ હોવાનું મુખ્ય હતું હોવાનું ડી.જી.વણઝારા દ્વારા જણાવાયું હતું તેમજ રાજ્ય કક્ષાએ દેશભરમાં વિવિધ સ્થળ ના મહામંડલેશ્વર અને સાધુ-સંતોની એકતા જરૂરી બની હોવાનું કનીરામ બાપુ દ્વારા આશિર્વચનો પાઠવતા આપ્યા હતા.

અહેવાલ:  સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here