Home પાટણ સરસ્વતી તાલુકાના ઓઢવા ગામની જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી…

સરસ્વતી તાલુકાના ઓઢવા ગામની જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી…

162
0
પાટણ : ૧૮ જાન્યુઆરી

કોરોના સંક્રમણ પાટણ જિલ્લામાં ફેલાઈ રહ્યું છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા એ સરસ્વતી તાલુકાના ઓઢવા ગામની મુલાકાત લઇ ગામમાં સર્વેલન્સની ચાલતી કામગીરીની જાત માહિતી મેળવી હતી. તેઓએ હળવા લક્ષણો ધરાવતા વ્યક્તિઓને સર્વેલન્સ દરમિયાન મેડિસિન ટ્રીટમેન્ટ કીટ આપવા આરોગ્ય ટીમે જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ સરપંચ તેમજ ગ્રામજનોને મળી અને કોરોના ની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા ખાસ સૂચના કરી હતી.

જિલ્લા વિકાસ અધિકારીએ સબ સેન્ટર ની પણ મુલાકાત લીધી હતી અને ગ્રામજનોના ખબર-અંતર પૂછ્યા હતા

આ તબક્કે તાલુકા હેલ્થ ઓફિસર ડો. મિતેશભાઇ પ્રજાપતિ, ગામના તલાટી સરપંચ સહિત આરોગ્યની ટીમ હાજર રહી હતી.


અહેવાલ : પ્રતિનિધિ, પાટણ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here