Home આણંદ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા કરાયું બાસ્કેટ બોલ સ્પર્ધાનું આયોજન

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા કરાયું બાસ્કેટ બોલ સ્પર્ધાનું આયોજન

185
0

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા તા. 8 ઓગસ્ટ, 2023 ના રોજ આંતર કોલેજ બાસ્કેટ બોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે, આ સ્પર્ધાના ઉદ્દધાટન સમારોહમાં સરદાર પટેલ યુનિવર્સિટી,વલ્લભ વિદ્યાનગરના  ડેપ્યુટી રજીસ્ટાર  ર્ડો. સુર્યકાંત પારેખ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સ્પર્ધામાં 21 કોલેજના 252  – વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વડોદરા બાસ્કેટ બોલ એસોસિએશનના સાહેબે પંચ તરીકે સેવાઓ આપી હતી. આ સ્પર્ધાના કન્વીનર તરીકે ડી.એમ.પટેલ આર્ટસ એન્ડ એસ.એસ.પટેલ કૉમેર્સ કોલેજ, પેટલાદના ફિજિકલ ઇન્સ્ટ્રકટર કિરણ પટેલ તેમજ અન્ય શિક્ષકો અને અધ્યાપકોએ આ સ્પર્ધાના સફળ સંચાલન માટે ભારે જહેમત ઉઠાવી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here