- સરદાર પટેલ યુનિવર્સિટીના બંધારણ ક્લબ દ્વારા 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગ રૂપે‘વી ધ રીલર્સ’ નામની રીલ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને બંધુત્વ વિષયની થીમ પર એક મિનિટની રિલ બનાવવાનું વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાની સર્જનાત્મકતા બતાવી હતી.
આ સ્પર્ધમાં પ્રથમ ક્રમે અનુસ્નાતક બિઝનેસ મેનેજમેન્ટ વિભાગમાંથી અંકિતા, દ્વિતીય ક્રમે બિઝનેસ મેનેજમેન્ટમાંથી ધ્રુવ અને તૃતીય ક્રમે ઇતિહાસ વિભાગમાંથી ભાર્ગવ કાપડી આવ્યા હતા અને જેઓને અનુક્રમે 3000, 2000, અને 1000 રોકડ પુરસ્કાર આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ઈનામવિતરણ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નીરંજન પટેલ, બંધારણ ક્લબના સભ્યો, વિભાગીય વડા અને પ્રાધ્યાપકો, સહભાગી વિદ્યાર્થીઓ અને અન્ય રસ ધરાવતા વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.