Home આણંદ સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ નિર્ધારીત લક્ષ્‍યાંકો સમયમર્યાદામાં અને ઝડપથી પૂર્ણ થાય...

સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ નિર્ધારીત લક્ષ્‍યાંકો સમયમર્યાદામાં અને ઝડપથી પૂર્ણ થાય તે જોવાનો અનુરોધ કરતાં સાંસદ મિતેષ પટેલ  

216
0

 

આણંદ: ૧૮ જાન્યુઆરી


સાંસદ મિતેષ પટેલે સરકારના તમામ યોજનાકીય લાભો જરૂરિયાતમંદોને સમયસર મળે તેમજ સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ નિર્ધારીત લક્ષ્‍યાંકો સમયમર્યાદામાં અને ઝડપથી પૂર્ણ થાય તે જોવાનો સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો,મિતેષ પટેલે કેન્‍દ્ર અને રાજય સરકારની પ્રજાકલ્‍યાણની યોજનાઓ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડી માનવીય સંવેદના સાથે કામગીરી કરવા સહિત જે કોઇ કામો બાકી રહ્યા હોય તેવા કામો ઝડપથી પૂર્ણ કરી યોજનાકીય લાભો તેઓને મળતાં થાય તે જોવા પણ સુચવ્‍યું હતું.

આજે આણંદ કલેકટર કચેરી ખાતે સાંસદ મિતેષ પટેલના અધ્‍યક્ષસ્‍થાને કલેકટર કચેરી ખાતેથી વીડિયો કોન્‍ફરસીંગના માધ્‍યમથી જિલ્‍લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા)ની બેઠક મળી હતી.બેઠકમાં સાંસદ  મિતેષ પટેલે કેન્‍દ્ર-રાજય સરકાર પુરસ્‍કૃત અને જિલ્‍લા ગ્રામ વિકાસ એજનસી દ્વારા અમલી એવી વિવિધ ૪૨ પ્રકારની યોજનાઓ અંતર્ગત કરવામાં આવેલ કામગીરી જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્‍વચ્‍છ ભારત મિશન, મનેરગા, મિશન મંગલમ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના, પ્રધાનમંત્રી કૃષિ યોજના, નેશનલ હેલ્‍થ મિશન, બેટી બચાવો – બેટી પઢાઓ,  પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના, સાંસદ આદર્શ ગ્રામ યોજનાઓની ડિસેમ્‍બર-૨૦૨૧ સુધીમાં કામગીરીની વિગતવાર સમીક્ષા કરી જિલ્‍લામાં કરવામાં આવેલ કામગીરી પ્રતિ સંતોષ વ્‍યકત કરી ટેન્‍ડરીંગની પ્રક્રિયા પણ સમયસર પૂરી થાય તે જોવા પર ભાર મૂકયો હતો.

સાંસદ મિતેષભાઇ પટેલએ વર્તમાન કોવિડ-૧૯ની પરિસ્‍થિતિને લઇને સંબંધિત અધિકારીઓને નાગરિકોને આરોગ્‍યલક્ષી સેવાઓની કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે જોવાનું સૂચવી ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ તબીબી સેવાઓ સમયસર ઉપલબ્‍ધ રહે તે જોવા કહ્યું હતું. તેમણે વધુમાં અધિકારીઓને જે વયોવૃધ્‍ધ છે તે તેમજ જેઓ ઘરડાં ઘરમાં રહેતા હોય અને રસી લેવા આવી શકતા ન હોય તેવી વ્‍યકિતઓને જે તે સ્‍થળે જઇને રસી આપવાનું આયોજન કરવા સુચવ્‍યું હતું.સાંસદે આ ઉપરાંત વીજ કનેકશન, મમતા કાર્ડની કામગીરીની વિગતવાર છણાવટ કરી હતી. જયારે આદર્શ ગ્રામ યોજના અંતર્ગત પસંદગી પામેલ ગામોમાં તમામ પ્રકારના લાભો પહોંચતા થાય તે જોવા સંબંધિત અધિકારીઓને જણાવ્‍યું હતું.

બેઠકમાં જિલ્‍લા કલેકટર મનોજ દક્ષિણીએ સાંસદ દ્વારા સુચવવામાં આવેલ સૂચનોને ધ્‍યાને લઇ યોગ્‍ય તે કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને જણાવી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.બેઠકના પ્રારંભે જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક જે. વી. દેસાઇએ સૌને આવકારી વિવિધ યોજનાઓ હેઠળ કરવામાં આવેલ કામગીરીની વિગતો રજૂ કરી હતી.

આ બેઠકમાં જિલ્‍લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, ધારાસભ્‍યઓ, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્‍લા વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર  કે. સી. વ્‍યાસ, જિલ્‍લા આયોજન અધિકારી રાવલ, જિલ્‍લાના અમલીકરણ અધિકારીઓ સહિત નગરપાલિકા ચીફ ઓફિસર  વીડિયો કોન્‍ફરન્‍સીંગના માધ્‍યમથી જોડાયા હતા.


અહેવાલ:પ્રતિનિધિ આણંદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here