Home પાટણ સમી મહેસાણા હાઈવે ઉપર વિમલ ડેરીની ગાડી ઝાડ સાથે ટકરતા બેના...

સમી મહેસાણા હાઈવે ઉપર વિમલ ડેરીની ગાડી ઝાડ સાથે ટકરતા બેના મોત….

159
0
મહેસાણા : 18 ફેબ્રુઆરી

સમી મહેસાણા હાઈવે ઉપર ગત મોડીરાત્રે વિમલ ડેરીનું દૂધ નું વાહન ઝાડ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગાડીના ચાલક સહિત બે વ્યક્તિઓના મોત થયા હતા .ઘટનાને પગલે ૧૦૮ અને પોલીસની ટીમો આવી હતી અને મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે સમી હોસ્પિટલોમાં ખસેડયા હતા તો ૧૦૮ની ટીમે એક લાખ રૂપિયા મૃતકોના પરિવારજનોને પરત કરી માનવતા મહેકાવી હતી.

ગુરૂવારે મોડી રાત્રે વિમલ ડેરીની ગાડી નંબર GJ24 X 3022 નંબરનાની ગાડી સમી મહેસાણા હાઇવે રોડ પરથી પસાર થઈ રહી હતી તે દરમ્યાન ગાડી ચાલકે કોઈ અગમ્ય કારણોસર ગાડી પરનો કાબુ ગુમાવતા ગાડી રોડ સાઈડમાં ઉતરી ઝાડ સાથે ટકરાઈ પલ્ટી ખાતા ગાડી માં સવાર ચાલક અને અન્ય એક મળી બેજણા ગંભીર રીતે ઘાયલ થયા હતા આ ઘટનાને પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને 108 ને જાણ કરતા 108ની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બે લોકોના મોત નિપજ્યા હતા જોકે 108ની ટીમે ગાડીમાં પડેલા બે મોબાઈલ કિંમત 30 હજાર અને 70 હજાર રોકડ એમ કુલ એક લાખની કુલ મુદ્દામાલ મૃતકના સંબંધીને પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

 


અહેવાલ: ભાવેશ, મહેસાણા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here