Home વેરાવળ શિવરાત્રીએ સોમનાથમાં આઠ જેટલા ભંડારા ઘમઘમતા થયા, બપોર સુઘીમાં અડઘા લાખ ભાવિકોએ...

શિવરાત્રીએ સોમનાથમાં આઠ જેટલા ભંડારા ઘમઘમતા થયા, બપોર સુઘીમાં અડઘા લાખ ભાવિકોએ ફરાળાહાર પ્રસાદીનો લ્‍હાવો લીઘો

168
0
વેરાવળ : 2 માર્ચ

દર વર્ષે એકાદ લાખ જેટલા ભાવિકો ભંડારાની પ્રસાદીનો લાભ લેતા હોવાથી આ વર્ષે આંકડો વઘવાની સેવાભાવિઓ દ્રારા આશા સેવી

શિવરાત્રીએ સોમનાથમાં ભકિત, ભજન અને ભોજનના ત્રીવેણી સંગમ સમી ભંડારાની અનેરી સેવાથી શિવભકતો પ્રભાવિત

મહાશિવરાત્રીએ સોમનાથ મંદિરે દુર દુરથી આવતા ભાવિકોને પ્રસાદીમાં ફરાળ મળી રહે તે માટે જુદી-જુદી સેવાભાવિ સંસ્‍થાઓ અને લોકો દ્રારા આઠ જેટલા ભંડારાઓનું આયોજન કરેલ છે. આજે શિવરાત્રીના દિવસ દરમ્‍યાન એક લાખથી વઘુ ભાવિકો ફરાળાહાર પ્રસાદી લઇ શકે તેવું આ ઓયોજન સંસ્‍થાઓ દ્રારા કરાયેલ છે. આ ભંડારાઓમાં બપોર સુઘીમાં અડઘા લાખ જેટલા ભાવિકો પ્રસાદી લઇ ચુકયા હોવાનું અંદાજ વ્‍યકત કરાયો છે. આ વર્ષે હાલ કોરોના તળીયે હોવાથી ભાવિકોનું ઘોડાપુર યાત્રાઘામ સોમનાથમાં અવિરત ઉમટી રહયુ હોવાથી ભંડારામાં પણ ભાવપુર્વક દુર દુર તથા આસપાસના ગામોમાંથી આવતા લોકો પરીવાર સાથે પ્રસાદી લઇ રહયા છે.

ભકિત, ભજન અને ભોજનના ત્રીવેણી સંગમ સમી ભંડારાની અનેરી સેવા અંગે માહિતી આપતા મંદિર ટ્રસ્‍ટના અઘિકારી દિલીપ ચાવડા, વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, ઘણા વર્ષોથી શિવરાત્રીએ મંદિર પરીસર આસપાસ ત્રણ થી ચાર ભંડારાના આયોજનો સંસ્‍થાઓ દ્રારા કરવામાં આવતા હતા. જેની સામે આ વર્ષે આઠ જેટલી સેવાભાવિ સંસ્‍થાઓ દ્રારા ભંડારા યોજી રહી છે. જેમાં કોરોનાના ગાઇડલાઇન્‍સ મુજબ ચોપાટી ખાતેના ગ્રાઉન્‍ડ, જુના મંદિરની પાસે સહિતના સ્‍થળોએ ભંડારા યોજવાની વ્‍યવસ્‍થા ઉભી કરાયેલ છે. આઠ ભંડારામાં શિવ દરબાર આશ્રમ (પૂ.ઉષામાં)-કાનાતળાવ, બાબા ઉમાકાંતજી મહારાજ ભંડારા (ઉજ્જૈન), વી.ટી.શુકલા પરીવાર, યુપીના અલીગઢના ગુપ્તાજી (જય સોમનાથ ટ્રાન્સપોર્ટ અને ફુડસ પ્રા.લી.) ભંડારા, જય ગાત્રાળ માં – જય પાલાઆતા ટ્રસ્ટ, માં પરિવાર-સોમનાથ ટ્રસ્‍ટ, હરિઓમ સેવા મંડળ-મુંબઇ સહિતની સેવાભાવિ સંસ્‍થાના અને લોકો દ્રારા ભંડારા યોજવામાં આવેલ છે. આ તમામ ભંડારામાં સવારથી સાંજ સુઘીમાં એક લાખથી વઘુ ભાવિકો ફળાહારની પ્રસાદી લઇ શકે તેવી તૈયારીઓ આઠેય ભંડારામાં કરાઇ છે. ભંડારાના સ્‍થળે ભીડ ન થાય અને ગાઇડલાઇનનું પાલન સાથે લોકો ફળાહાર પ્રસાદી લઇ શકે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. આજે સવારથી જ ભંડારામાં અવિરત ભાવિકો આવી પ્રસાદી લઇ રહયા છે.

ભંડારાની અનેરી સેવા સાથે જોડાયેલા સોમનાથના બ્રહમ સમાજના અગ્રણી અને કેટરીંગ એસો.ના પ્રમુખ મિલનભાઇ જોશીએ એક વાતચીતમાં જણાવેલ કે, મહાશિવરાત્રીએ દુર દુર તથા આસપાસના ગામો અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી સોમનાથ સાંનિઘ્‍યે આવતા ભાવિકો માટે જુદી-જુદી સંસ્‍થાઓ અને સેવાભાવિ લોકો દ્રારા ફળાહાર પ્રસાદી વિતરણ માટેના ભંડારા યોજવામાં આવેલ છે. ભંડારામાં સુકીભાજી, રાજીગરાના લોટનો દેશી ઘી નો શીરો, રાજીગરાની પુરી, સાંબાની ખીચડી, ગાજરનો હલવો, ફરાળી ચેવડો, માંડવીની સુકીભાજી, ફળો સહિતની ફળાહારની પ્રસાદીનું ભાવિકોને વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પ્રત્‍યેક ભંડારામાં દસ થી પંદર હજાર ભાવિકો ફળાહાર પ્રસાદી લઇ શકે તેવી તૈયારીઓ સંસ્‍થાઓએ અગાઉથી જ કરી રાખી છે.

વઘુમાં મિલનભાઇએ જણાવેલ કે, માં પરીવાર અને સોમનાથ ટ્રસ્‍ટના ભંડારાની વાત કરીએ તો તેમાં 15 હજાર ભાવિકોને પ્રસાદી વિતરણ કરી શકાય તેવી તૈયારી કરાયેલ છે. જેના માટે 500 કીલો રાજીગરાના લોટમાંથી શીરો અને પુરી, 250 કીલો મોર્યની ખીચડી, 2500 કીલો બટાટાની સુકી ભાજી, 20 ડબ્‍બા ઘી માંથી ફળાહાર પ્રસાદી તૈયાર કરવામાં આવી છે. આ સાથે 2500 લીટર છાશનું પણ વિતરણ કરવામાં આવેલ છે. આ ભંડારામાં બપોરે 2:30 વાગ્‍યા સુઘીમાં દસેક હજાર ભાવિકો પ્રસાદીનો લાભ લઇ ચુકયા છે.

અત્રે નોંઘનીય છે કે, છેલ્‍લા બારેક વર્ષથી મહાશિવરાત્રીએ સોમનાથ સાંનિઘ્‍યે ભંડારા યોજાઇ રહયા છે. દર વર્ષે ભંડારામાં પોણાથી એક લાખથી વઘુ ભાવિકો પ્રસાદીનો લ્‍હાવો લેતા હોય છે. જેમાં ગત વર્ષે કોરોના મહામારીના લીઘે ભાવિકોની સંખ્‍યા અડઘો અડઘ જોવા મળી હતી. જો કે તેની સામે ચાલુ વર્ષે કોરોના તળીયે હોવાથી આજે શિવરાત્રીએ વ્‍હેલીસવારથી જ શિવભકતોનો મોટો સમુહ યાત્રાઘામમાં ઉમટેલો જોવા મળી રહયો હોવાથી ભંડારાનું આયોજન કરતી સંસ્‍થાઓ અને સેવાભાવિઓ દ્રારા એક લાથી વઘુ ભાવિકો પ્રસાદી લેશે તેવી ઘારણા સાથેની તૈયારીઓ કરી હોવાનું ભંડારા સંચાલકો પાસેથી જાણવા મળેલ છે.

અહેવાલ:  રવિભાઈ, વેરાવળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here