ક્ચ્છ/અંજાર: ૬ જાન્યુઆરી
અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામે વ્યાજખોરોના ત્રાસથી યુવાને આપઘાત કરી લીધો હોવાની ચર્ચા છે!,આપઘાત કરતા પૂર્વે હતભાગી યુવાને વિડિઓ બનાવી પોતાની આપવીતી વર્ણવી હતી અંજારની કુખ્યાત વ્યાજખોર એવી રિયા ગોસ્વામી અને તેના સાગરીતોના ત્રાસના કારણે જ યુવાને આપઘાત કરી લીધો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
પ્રતીકાત્મક ફોટો
અનિશ અનિલ સાંજી નામના યુવાને દોઢ વર્ષ પહેલા વ્યાજે 30 હજાર લીધા હતા જેની મુદ્દલ વ્યાજ સાથે ચૂકવવા છતાં આરોપીઓ દ્વારા પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તેમજ 7 લાખના ચેક બાઉન્સ કરાવી કોર્ટ કેસ કરાયો હતો.રિયા ગોસ્વામી,તેની બહેન આરતી,ભાઈ તેજસ અને સાગરીતો યાશીન હિંગોરજા અને સોહિલ હિંગોરજાના ત્રાસથી યુવાને ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રતીકાત્મક ફોટો
આ મહિલા સામે અગાઉ પાસાની પણ દરખાસ્ત થઈ ચુકી છે.બનાવની જાણ થતા ફરિયાદ નોંધાયા તે પહેલા જ આરોપીઓ અંજાર મુકીને નાસી ગયા હતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે અને પોલીસે આરોપીઓ ને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કાર્ય છે.