Home ગીર સોમનાથ વેરાવળમાં પ્રેમ સંબંઘોમાં આવેલ ખટાશથી ઉશ્‍કેરાઇને પ્‍લાનીંગ સાથે પ્રેમી યુવકએ યુવતી પર...

વેરાવળમાં પ્રેમ સંબંઘોમાં આવેલ ખટાશથી ઉશ્‍કેરાઇને પ્‍લાનીંગ સાથે પ્રેમી યુવકએ યુવતી પર જીવલેણ હુમલો કરેલ : પોલીસ

105
0
ગીર સોમનાથ : 23 ફેબ્રુઆરી

વેરાવળમાં પ્રેમ સંબંઘોમાં આવેલ ખટાશથી ઉશ્‍કેરાઇને પ્‍લાનીંગ સાથે પ્રેમી યુવકએ યુવતી પર જીવલેણ હુમલો કરેલ : પોલીસ

બંન્‍ને સોશીયલ મિડીયાના માઘ્‍યમથી પરીચયમાં આવ્‍યા બાદ ત્રણેક વર્ષથી એક-બીજાને ઓળખતા હોય પ્રેમસંબંઘ હતો : એએસપી ઓમપ્રકાશ જાટ

ભાજપ, કોંગ્રેસના નેતા અને પીડીત યુવતીના પરીવારજનોએ આરોપી યુવકને દાખલારૂપ કડક સજા કરવા માંગ કરી

વેરાવળમાં ગઇકાલે સાંજે એક યુવકએ યુવતીના ઘરમાં ઘુસી જઇ ગળું કાપી હત્‍યા કરવાની કોશીષ કર્યાની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી યુવકને ઝડપી લઇ પુછપરછ હાથ ઘરતા ઘટસ્‍ફોટ થયો છે. જેમાં આરોપી યુવક અને યુવતિ વચ્‍ચે છેલ્‍લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંઘ હતો અને દોઢેક વર્ષ પૂર્વે સંબંધોમાં ખટાશ આવવાના કારણે આરોપી યુવકએ યુવતીને મોતને ઘાટ ઉતારવાની તૈયારી સાથે તેના ઘરે પહોંચ્યો હોવાનું પોલીસે જણાવેલ છે. આરોપી યુવક એમસીએ ભણેલો હોય અને યુવતી એમબીએનો અભ્‍યાસ કરી રહી છે. તો આ ઘટનાને લઇ પીડીત યુવતીના પરીવારજનોએ આરોપી યુવકને દાખલારૂપ આકરી સજા કરાવવાની માંગ કરી છે.

વેરાવળ શહેરના પોષ વિસ્‍તાર ટાગોર નગર – 2 માં ગઈકાલ સાંજે સાતેક વાગ્‍યે 21 વર્ષીય તેજસ્વી જોશી નામની યુવતી પોતાના ઘરમાં એકલી હતી. તે સમયે એકાએક યશ કારીયા નામનો યુવાન ઘરમાં છરી, એસીડની બોટલ તથા હથોડી લઇને ઘુસી છરી વડે યુવતિનું ગળુ કાપવાની કોશીષ કરી હતી ત્‍યારે યુવતીએ સ્વબચવામાં સામો પ્રતિકાર કરી રહેલ એ સમયે જ તેજસ્‍વીની બહેન ઘરે પહોંચતા યશ કારીયાને મનસુબા સફળ થતા ન લાગતા તે ત્યાંથી નાસી છુટ્યો હતો. આ સમયે લોહી લુહાણ હાલતમાં જમીન પર પડેલ તેજસ્વીને તાત્કાલીક નજીકની ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. તો બીજી તરફ શહેર પોલીસ દ્રારા આરોપી યુવકની શોઘખોળ શરૂ કરી હતી. જેમાં ડી-સ્‍ટાફ બ્રાંચના પ્રદીપ ખેર, મયુરભાઇ, નટુભા બસીયા, નરેન્‍દ્ર પટાટને હયમુન સોર્શના આઘારે મળેલ માહિતીના આઘારે ગણતરીના કલાકોમાં જ આરોપી યુવક યશ કારીયાને શહેરના સીમાડા પાસેથી ઝડપી લીઘો હતો.

યુવક-યુવતી વચ્‍ચે પ્રેમસંબંઘ હતો
આ મામલે એએસપી ઓમપ્રકાશ જાટએ જણાવેલ કે, પુછપરછમાં જાણવા મળેલ કે આરોપી યશ બિપીનભાઇ કારીયા અને પીડીત યુવતી ઇન્‍સ્‍ટાગ્રામના માઘ્‍યમથી પરીચયમાં આવ્‍યા બાદ ત્રણ વર્ષથી ઓળખતા હતા અને બંન્‍ને વચ્‍ચે પ્રેમસંબંઘ પણ હતો. દરમ્‍યાન યુવકની સગાઇ થયા બાદ બંન્‍ને છુટા પડી ગયા હતા. તેમ છતાં યશ તેની સાથે સંબંઘ રાખવા માટે યુવતીને દબાણ કરતો હોય જેના કારણે બંન્‍ને વચ્‍ચે સંબંઘોમાં ખટાશ ઉભી થઇ હતી. આ વાતની બંન્‍નેના પરીવારજનોને ખબર હોવાથી યશ કારીયાને સમજાવવામાં આવેલ તેમ છતાં તે માનતો ન હતો. જેને લઇ ઉશ્‍કેરાટમાં આવીને યશ કારીયાએ પ્લાનીંગ કરી બજારમાંથી એક છરી, એસીડની બોટલ ખરીદી કરી યુવતિના ઘર બહાર વોચ રાખી મોકો મળતા તેના ઘરમાં ઘુસી જઇ યુવતી પર જીવલેણ હુમલો કર્યો હતો. હાલ યુવતીને તબીયત સ્‍થ‍િર છે. આરોપી યુવક યશ કારીયાએ એમસીએનો અભ્‍યાસ કરી ડીગ્રી પ્રાપ્‍ત કરેલ ત્‍યારબાદ નૌકરી કરી રહયો હતો. થોડા સમય પૂર્વે જુની નૌકરી છોડી દીઘી હોવાથી હાલ બેરોજગાર હતો. તો પીડીત યુવતી એમબીએનો અભ્‍યાસ કરી રહેલ છે. આરોપી યશ કારીયાને કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ઘરવામાં આવી છે.

આરોપીને દાખલારૂપ કડક સજા થવી જોઇએ : પીડીતના પરીવારજનો
આ ઘટનાથી વ્‍યથિત બનેલા યુવતીના કાકા રસેશભાઇ જોશીએ જણાવેલ કે, આવા શેતાન આરોપી યુવક સામે સખ્‍તમાં સખ્‍ત દાખલારૂપ કાર્યવાહી થવી જોઇએ. જેથી ભવિષ્‍યમાં આવા હુમલાઓ બનતા અટકે અને તેજસ્વીને ન્યાય મળે. આ પ્રશ્નો માત્ર અમારો નથી આજે રાજયના દરેક દિકરીના બાપ સામે સવાલ ઉભો થયો છે કે શું ગુજરાતમાં દિકરીઓ સલામત છે ? જો અસલામત લાગતુ હોય તો આપણે વિકાસના નામે અઘોગતિ કરીએ છે. આ ઘટના કેવી રીતે સર્વસમાજ સાંખી શકે ? આ મામલે પગલા નહીં લેવાય ત્‍યાં સુઘી અમે અમારી લડત ચાલુ રાખીશુ.

ભાજપ-કોંગ્રેસએ શું કહયુ….
શહેરની જે હોસ્પીટલમાં તેજસ્‍વીની સારવાર ચાલી રહે છે ત્‍યાં બહાર મોટી સંખ્‍યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. તો પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરારએ પણ પીડિત યુવતી અને તેમના પરીવારની મુલાકાત લઇ આશ્વાસન આપ્‍યુ હતુ. આ તકે ઝવેરીભાઈએ પ્રતિક્રીયા આપતા કહેલ કે, આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીઘો છે અને હવે આ આખો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા અને તેને કડકમાં કડક સજા મળે તે હેતુથી ગૃહમંત્રીને રજુઆત કરીશ. જયારે આ મામલે સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પ્રતિક્રિયા આપતા કહેલ કે, દિકરીઓ પર હીંચકારા હુમલાના વધતા બનાવોનો મુદો વિઘાનસભાના ફલોર પર ઉઠાવીશ. આવું હીન કૃત્ય કરનારાઓને ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા તાત્કાલીક સજા કરવામાં આવે તેવી માંગ કરીશ.

 

 

અહેવાલ:  રવિ ખખ્ખર, વેરાવળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here