Home અંબાજી વિશ્વ આદિવાસી દિવસ નિમિતે સનાલી ખાતે આદિવાસી સમાજ ની રેલી...

વિશ્વ આદિવાસી દિવસ નિમિતે સનાલી ખાતે આદિવાસી સમાજ ની રેલી કાઢવામાં આવી…….

264
0

અંબાજી: 9 ઓગસ્ટ


બ.કા જિલ્લા ગ્રામ પંચાયત પ્રમુખ શ્રી વારકી બેન પારઘી રેલી માં હાજર રહ્યા

ગુજરાત ના ઈતિહાસ મા માં ભોમ ની રક્ષા કાજે લડાઈઓ લડી વીરગતિ ને પામનાર તેમજ રજવાડા વખત માં પણ સેના માં પોતાનું કૌશલ બતાવનાર એવી આદિવાસી જનજાતિ ની પોતાની આગવી ઓળખ રહી છે ત્યારે તા.૯ ઓગસ્ટ ના રોજ આદિવાસી જનજાતિ ના લોકો નો દિવસ તરીકે ઓળખાય છે અને સમગ્ર વિશ્વ માં ફેલાયેલા આદિવાસી પ્રજા આ દિવસે હરખ ભેર પોતાના પૂર્વજોના કરેલ બલિદાન ને યાદ કરી ને આદિવાસી હોવાનો ગર્વ અનુભવે છે .

ઉત્તર ગુજરાત ના અરવલ્લી – સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લા માં આદિવાસી જનજાતિ ની પ્રજા વસવાટ કરે છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા ના ગામડાઓમાં મુખ્યત્વે આદિવાસી પ્રજા વસે છે ત્યારે આજ રોજ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી અર્થે સનાળી થી આદિવાસી જનજાતિ ના લોકો દ્વારા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું .આ રેલી દાંતા તાલુકા ના સનાલિ આશ્રમ શાળા ખાતે થી શરુ કરી સ્નાલી થી દાંતા – અંબાજી – હડાદ થઈ ફરી સનાળી ખાતે પહોંચશે જેમાં રેલી ની શરૂઆત થી લઇ અંત સુધી વચ્ચે આવતા તમામ આદિવાસી પ્રજ ની વસ્તી ના ગામ માંથી આદિવાસીઓ આ રેલી માં જોડાશે . આ રેલી માં આદિવાસી સમાજ ના આગેવાનો સહિત રાજકારણ માં સામેલ આદિવાસી સમાજ ના કાર્યકર્તાઓ અને જિલ્લા ગ્રામ પંચાયત પ્રમુખ શ્રી વારકિ બેન પારઘી રેલી માં હાજર રહ્યા હતા .

અહેવાલ : અલ્કેશ સિંહ ગઢવી, અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here