Home મહેસાણા વડનગરના ભવ્ય ઇતિહાસથી વિશ્વ પરિચીત થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા...

વડનગરના ભવ્ય ઇતિહાસથી વિશ્વ પરિચીત થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડનગર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

136
0

વડનગર: ૭ જાન્યુઆરી

મહેસાણા જિલ્લામાં આવેલ ઇતિહાસિક નગરી વડનગરમાં રહેલા અનેક વારસાને ઉજાગર કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડનગરનો વારસો કાર્યક્રમ આયોજિત કરી સમયાંતરે વિદ્યાર્થીઓનો પ્રવાસ, સાયકલિંગ, ચિત્ર સ્પર્ધા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગ રૂપે આજે વડનગરમાં વહીવટી તંત્ર અને સ્થાનિકો સાથે મળી વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના વિવિધ સ્થળોએ વડ, લીમડો, બોરસલ્લી, સપ્તપદી, પીપળો સહિત આર્યુવેદિક અન્ય વૃક્ષો મળી 750 જેટલા વૃક્ષોની વાવણી કરવામાં આવી હતી.

વડનગરના ભવ્ય ઇતિહાસથી વિશ્વ પરિચીત થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડનગર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.જે અન્વયે વડનગર પોલિટેકનીક મેદાન ખાતે 750 વિવિધ જાતના વૃક્ષોનું વાવેતર કરી તેના જતન અને સંવર્ધન માટે નમે વ્યક્ત કરી હતી,આગામી સપ્તાહમાં 20 જેટલા સ્થળોએ વૃક્ષોના વાવેતર કરવામાં આવશે.વડનગરના આ વૈવિધ્યસભર કાર્યક્રમમાં 75 માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 750 વિવિધ જાતના વૃક્ષોમાં વડ, લીમડો, બોરસલ્લી, સપ્તપદી, પીપળો સહિત આર્યુવેદિક અન્ય વૃક્ષોની વાવણી કરવામાં આવી હતી,અને આગામી સમયમાં તેના જતન અને સંવર્ધન માટે ખાસ આયોજન કરવામાં આવનાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલની પ્રેરણા અને માર્ગદર્શનથી વડનગર ખાતે વડનગરનો વારસો” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે “વડનગરનો વારસો” કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં વડનગર ખાતે 26 નવેમ્બરના રોજ મહેસાણા જિલ્લાની વિવિધ 75 શાળાઓના 150 વિધાર્થીઓ વડનગરના વિવિધ પ્રાચીન અને અર્વાચીન સ્થળોની મુલાકાત કરી હતી. ત્યાર બાદ 04 ડિસેમ્બરના રોજ 150 થી વધુ સાયક્લીસ્ટો મહેસાણાથી વડનગરની સાયકલ યાત્રા કરી હતી.આ ઉપરાંત 24 ડિસેમ્બરે વડનગર તાના-રીરી સમાધિ સ્થળ ખાતે 75 વિધાર્થીઓએ વડનગરના ઐતિહાસિક સ્થળો કિર્તીતોરણ, હાટકેશ્વર મહાદેવ,શર્મિષ્ઠા તળાવ અને દરવાજાના ચિત્રો કાગળ ઉપર બાળકોની મૌલિકતા પ્રમાણે ચિત્રો દોર્યા હતા.
વડનગર ઐતિહાસિક અને સાંસ્કૃતિ રીતે વિશેષ મહત્વ ધરાવે છે. આ ધરતી પર ગજબની સાંસ્કૃતિક શક્તિ રહેલી છે. વડનગર સમૃધ્ધ અને બેનમૂન વારસો ધરાવે છે જે વડગનરની પ્રાચીન ગરિમાને વ્યક્ત કરે છે જે વારસો નાગરિકો સુધી પહોંચે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રયાસ થઇ રહ્યા છે.

આ પ્રસંગે પ્રાન્ત અધિકારી એમ.એન.ડોડીયાએ જણાવ્યું હતું કે વડનગરના સમૃધ્ધ, સાંસ્કૃતિ, વારસાથી પરિચિત કરવાના હેતુથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. ” વડનગરનો વારસો ” ના ઐતિહાસિક સ્થળોને ઉજાગર કરવાના હેતુથી વડનગર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.વડનગરનો વારસો કાર્યક્રમમાં શહેર અગ્રણી રાજુભાઇ મોદી,પ્રાન્ત અધિકારી એમ.એન.ડોડીયા,વન અધિકારી રેણુંકાબેન દેસાઇ, મામલતદાર રોહિત અઘારા, તાલુકા પંચાયત પ્રમુખ પરેશભાઇ પટેલ, પાલિકા ઉપપ્રમુખ કાનાજી ઠાકોર, પાલિકાના સદસ્યશ્રીઓ ,અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here