Home ક્ચ્છ રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મા રવિ પાક ની મબલખ આવક થી...

રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મા રવિ પાક ની મબલખ આવક થી ખેડૂતો ખુશખુશાલ

148
0
કચ્છ : 7 માર્ચ

વરસે તો વાગડ ભલો એ ઉક્તિ મુજબ વાગડ એટલે રાપર તાલુકો આ તાલુકા મા કચ્છ ની જીવાદોરી સમાન નર્મદા કેનાલ વહી રહી છે તાલુકા ના 39 ગામો ના પાદર મા થી વહેતી નર્મદા કેનાલ પર દર વર્ષે શિયાળામાં લગભગ દશ હજાર થી વધુ ડીઝલ એન્જિન દ્વારા ખેડૂતો પાણી સિંચન કરી ખેતી કરે છે જેમાં રવિ પાક ની ભરપુર પેદાશ થાય છે આ વર્ષે જીરુ નો પાક ઓછો છે અને રાયડા ની પેદાશ મબલખ થઈ છે ઉપરાંત એરંડા ઘઉં જીરુ ઇસબગુલ સહીત ની ખત પેદાશ ની આવક થઈ રહી છે.

રાપર એપીએમસી ના વેપારી લખમણભાઈ કારોત્રા જણાવે છે કે આ વખતે દરરોજ પાંચ હજાર બોરી રાયડા આવી રહયો છે જેમાં ખેડૂતો ને ભાવ પણ ખુબ સારો મળી રહ્યો છે રાયડા નો વીસ કિલો નો ભાવ 1125 થી 1217 મળી રહે છે તો એરંડા નો ભાવ 1365 થી 1370 જેવો છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કહ્યું હતું કે મારા દેશમાં ખેડૂતો ને ખેત પેદાશ ના પુરતા ભાવ આવશે તે આજે સાર્થક કરી બતાવી છે તો જીરુ 3558 થી 3600 ગુવાર 1121થી 1125 ઘઉં 480થી 500 નો ભાવ આવી રહ્યો છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાપર ઃઆ સેક્રેટરી એસ એસ પુજારા જણાવે છે કે દરરોજ રાપર એપીએમસી મા બસો થી અઢી સો ટ્રેકટર અને અન્ય વાહનો દ્વારા રવિ પાક નું વેચાણ કરવા માટે આવે છે જેમાં મુખ્યત્વે રાયડો અને એરંડા જોવા મળે છે તો રાપર એપીએમસી ના માજી ડાયરેક્ટર ગંગદાસભાઈ ગોઠી જણાવે છે કે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં નર્મદા કેનાલ ના લીધે ખેડૂતો પગભર થઈ ગયા છે અને દર વર્ષે રવિ પાક તેમજ અન્ય સિઝન મા વાવેતર કરતા પાક ની પેદાશ લઈ રહ્યા છે અને વેચાણ કરી સારા ભાવો મેળવી રહ્યા છે તો દિલીપ ભાઈ મિરાણી જણાવે છે કે રાપર એપીએમસી મા દરરોજના અઢી સો જેટલા ટ્રેકટરો દ્વારા ખેત પેદાશ આવી રહી છે જેના લીધે ખેડૂતો ને આવક થઈ રહી છે સાથે જથ્થાબંધ વેપારી મજુરો અને ઊંઝા અમદાવાદ ગાંધીધામ રાજકોટ સહિત ના વેપારી મથકો ખાતે માલ સામાન લઈ જતા ટ્રક માલિકો પણ કમાઈ રહ્યા છે સાથે ચા નાસ્તા નો વેપાર કરણિ ધંધાર્થી પણ આનંદિત થઇ ગયા છે રાપર એપીએમસી મા રાપર તાલુકો ઉપરાંત ખડીર ભચાઉ તાલુકાના અમુક ગામો સહિત ના ગામો ના ખેડૂતો વેચાણ કરવા માટે આવી રહ્યા છે વહેલી સવારે જાહેર હરાજી એપીએમસી ના સેક્રેટરી એસ એસ પુજારા અને શોપ ઈન્સ્પેક્ટર પ્રવિણભાઈ પંચાસર ની હાજરી મા જાહેર હરાજી દ્વારા વેચવામાં આવે છે અને કાંટા પર વજન કરી તરત ખેડૂતો ને રુપિયા ચુકવવા મા આવે છે આમ વાગડ વિસ્તારમાં આ વરસે રવિ પાક મા મુખ્યત્વે રાયડા નું મબલખ ઉત્પાદન થતા ખેડૂતો ને ડબલ ભાવ ગયા વરસ કરતા મળી રહ્યો છે એટલે ખેડૂતો સાથે વેપારીઓ પણ ખુશખુશાલ થઈ ગયા છે

 

અહેવાલ:  મુકેશ રાજગોર ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here