Home ક્ચ્છ રાપરના શ્રી રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર ખાતે ચાલી રહેલ શ્રીમદ્ ભાગવત ભાગીરથી...

રાપરના શ્રી રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર ખાતે ચાલી રહેલ શ્રીમદ્ ભાગવત ભાગીરથી કથા રંગ જમાવે છે…

129
0
  કચ્છ : 11 મે


  મૂળ વાવ ના અને હાલે સુરત રહેતા ઠક્કર ખેતશીભાઈ કેશવરામભાઈ પોપટ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેના વ્યાસાસને રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિરના સંત શ્રી ડૉ ત્રિકાલદાસ બાપુ બિરાજી સંગીતમય શૈલીમાં કથામૃતનું પાન કરાવી રહ્યા છે.

  કથાના આરંભમાં પ.પૂ. મહંત શ્રી જાનકીદાસજી બાપુ -કમીજલા , પૂ. ચંદુમા – ગઢશીશા તેમજ પૂ. રાજેન્દ્રદાસજી મહારાજે પધારીને આશીર્વચન પાઠવ્યા હતા.

  કથામાં શ્રી કૃષ્ણ પ્રાગટ્ય ઉત્સવ, શ્રી રુક્મિણી વિવાહ તેમજ અન્ય ઉત્સવો રંગેચંગે ઉજવાઈ રહ્યા છે.
  સુરત, અમદાવાદ, બનાસકાંઠા, મુંબઈ, અંજાર,ગાંધીધામ તેમજ રાપર તાલુકાના વિવિધ ગામોથી કથાપ્રેમીઓ કથા શ્રવણ માટે પધારી રહ્યા છે. તા. 5/5/2022 થી તા. 11/5/2022 સુધી કથા યોજાઈ રહી છે

  અહેવાલ: મુકેશભાઈ રાજગોર, કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here