Home પંચમહાલ જીલ્લો રાજગઢ PSI એમ.એલ ગોહીલની બદલી થતાં સન્માનિત કરવામાં આવ્યા….

રાજગઢ PSI એમ.એલ ગોહીલની બદલી થતાં સન્માનિત કરવામાં આવ્યા….

115
0

પંચમહાલના રાજગઢ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 9 મહિનાથી ફરજ બજાવી રહેલા PSI  એમ. એલ. ગોહીલની હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં બદલી થઇ છે. જેને લઇને ઘોઘંબા પત્રકાર સંઘના ફિરોજભાઈ શેખ, મિતુલભાઈ શાહ, યોગેશભાઈ કનોજીયા, તથા દિનેશભાઈ ભાટીયા સહિતના પત્રકારો દ્વારા તેઓનું ભાવભરી રીતે સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં. PSI એમ. એલ. ગોહીલે રાજગઢ પોલીસ સ્ટેશનમાં પોતાના ફરજકાળ દરમ્યાન નિર્વિવાદ પણે પ્રશંસનીય કામગીરી બજાવી હતી તથા  કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કુનેહપૂર્વક કામગીરી કરી હતી. તેઓએ પોતાના સરળ અને મૃદુભાષી સ્વભાવથી તાલુકાની જનતા તથા સ્ટાફ અને અધિકારીઓ સાથે સુમેળભર્યા સંબંધો કેળવી સૌનો પ્રેમ સંપાદિત કર્યો હતો.  તેઓની ટ્રાન્સફર હાલોલ ખાતે થતાં ઘોઘંબા ના પત્રકારો એ તેઓનું શાલ તથા સ્મૃતિ ભેટ આપી સન્માન કર્યું હતું તેઓના સ્થાને PSI તરીકે જાંબુઘોડા પો સ્ટે.થી આવનાર જે. બી. ઝાલા કાર્યભાર સંભાળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here