Home રાજકોટ રાજકોટના EPFO ડેપ્યુટી કમિશનરની લાંચ કેસમાં ધરપકડ…

રાજકોટના EPFO ડેપ્યુટી કમિશનરની લાંચ કેસમાં ધરપકડ…

115
0

રાજકોટના EPFO ડેપ્યુટી કમિશનરની ધરપકડ કરવામાં આવી છે. EPFO ડેપ્યુટી કમિશનર નિરંજનસિંઘની રૂ. 12 લાખની લાંચ કેસમાં ધરપકડ થઇ છે. એક માસ અગાઉ ડેપ્યુટી કમિશનર ફરાર થયા હતા.તેમાં CBIમાં હાજર થતા નિરંજનસિંઘની ધરપકડ કરવામાં આવી છે.

એક માસ અગાઉ 12 લાખની લાંચનો મામલો સામે આવ્યો હતો. જેમાં સરકારી કોન્ટ્રાકટરને PF ના ઇસ્યુને લઇ લાંચ માંગી હતી. જેમાં ગાંધીનગર CBIએ ડેપ્યુટી કમિશનર વતી લાંચ લેનાર ચિરાગ જસાણીને તે સમયે ઝડપી લીધેલ હતો. અને તે વખતે ડેપ્યુટી કમિશનર નિરંજનસિંધ ઘરને તાળું મારી ચાલ્યા ગયા હતા.ત્યારે CBIમાં હાજર થતા ડેપ્યુટી કમિશનરની ધરપકડ કરાઇ છે. આજે કોર્ટમાં રજુ કરી રિમાન્ડ લેવાશે. તથા સીલ કરેલા નિવાસસ્થાને CBI તપાસ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here