Home પાટણ યુનિવર્સિટીના 4 ભવાનોની ગેરરીતિનો આગામી સોમવારની બેઠકમાં નિર્ણય કરાશે……

યુનિવર્સિટીના 4 ભવાનોની ગેરરીતિનો આગામી સોમવારની બેઠકમાં નિર્ણય કરાશે……

186
0
પાટણ : 17 ફેબ્રુઆરી

પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બહુચર્ચિત ચાર નવા ભવનોના બાંધકામ થયેલી ગેરરીતિની તપાસ માટે નિમાયેલી બે સભ્યોએ યુનિવર્સિટીને રિપોર્ટ કર્યો હતો જે રિપોર્ટ મંગળવારે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો . જોકે આ મુદ્દે ફરી ૨૧ મી ફેબ્રુઆરી ને સોમવારે કારોબારી સમિતિની બેઠક બોલાવી સંભવિત નિર્ણય લેવાય તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

પાટણ સ્થિત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કારોબારી સમિતિની બેઠક મંગળવારે યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે મળી હતી જે મોડે સુધી ચાલી હતી આ બેઠકમાં યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કામો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ યુનિવર્સિટીના બહુચર્ચિત કન્વેન્શન હોલ , સિલ્વર જ્યુબલી પાર્ક , આર્કિટેક્ચર ભવન અને ગેસ્ટ હાઉસના નવા ભવનોના બાંધકામ થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે નિમાયેલી તપાસ અધિકારી એચ એન ખેર અને લીગલ એડવાઈઝર જે કે દરજી દ્વારા અપાયેલ અહેવાલ કારોબારી સભ્યો સમક્ષ મૂકવામાં આવ્યો હતો જોકે અહેવાલનો અભ્યાસ ઝડપથી થઇ શકે તેમ ન હોય આ મામલે નિર્ણય કરવા આગામી 21 ફેબ્રુઆરી ને સોમવારે ફરી કારોબારીની બેઠક બોલાવી નિર્ણય લેવામાં આવશે.

આ બાબતે યુનિવર્સિટીના કારોબારી સભ્ય દિલીપ ચૌધરી અને હરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે તપાસ અધિકારી દ્વારા ૩૦ પાનાનો અહેવાલ સુપ્રત કરવામાં આવ્યા છે જેનો દરેક સભ્યો સરળતાથી અભ્યાસ કરી યોગ્ય નિર્ણય લઈ શકાય તે માટે સોમવારે 21 ફેબ્રુઆરીના રોજ કારોબારીની બેઠકમાં આ મુદ્દે નિર્ણય કરવામાં આવશે

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here