ક્ચ્છ : 28 ફેબ્રુઆરી
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ ના કારણે યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીયો ને લાવવા માટે વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રતિનિધિ અરજણભાઈ ભૂડીયા એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ભારતીય નાગરિકોને સહી સલામત ભારતમાં પરત લાવવા સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પણ હાલમાં હજુ પણ એવા વિદ્યાર્થીઓ છે કે જેઓ પરત આવ્યા નથી
વિદેશમાં મેડિકલ એન્જિનિયરિંગ તેમજ વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસ કરતાં વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ રોજગાર અર્થે પરદેશમાં સ્થાયી થયેલા આ વિદ્યાર્થીઓ ભારતમાં આવવા માટે પરેશાન થઈ રહ્યા છે
તેની સાથે સાથે કચ્છ જિલ્લાના નાગરિકોને સહી સલામત રીતે પરત લાવવાની માંગણી છે તેમજ તેઓને સુરક્ષા આપવામાં આવે તે જરૂરી છે.કચ્છના હજુ પણ સોળ વિદ્યાર્થીઓને સહી સલામત પરત લાવવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવાની માંગણી કરવામાં આવી છે.