Home મોરબી મોરબીના આંખજા દંપતિએ દેહદાન અને ઉમિયા માનવ મંદિરના કાયમી ટ્રષ્ટિ તરીકે નામ...

મોરબીના આંખજા દંપતિએ દેહદાન અને ઉમિયા માનવ મંદિરના કાયમી ટ્રષ્ટિ તરીકે નામ નોંધાવ્યું

156
0

મોરબી : 22 માર્ચ


મોરબીના લોકો અનેકવિધ સેવાકાર્યો, સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા છે, લોકોની સુખાકારી માટે કંઈકને કંઈક અવનવું દાન કરતા હોય છે.ત્યારે મોરબીના જયંતીભાઈ જેરાજભાઈ આંખજા અને રંજનબેન જયંતિભાઈ આંખજા બંને દંપતિએ મૃત્યુબાદ પણ પોતાનું શરીર અન્ય લોકો માટે ઉપયોગી બંને, પોતાના અમૂલ્ય અંગો અન્ય લોકોને જીવનદાન આપી શકે, પોતાના ચક્ષુ દ્વારા કોઈના આંખોની રોશની બની શકે એવા શુભ હેતુ સાથે પતિ-પત્ની બંનેએ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દેહદાન કરી પ્રેરણાદાયી પહેલ કરેલ છે તેમજ મોરબીમાં નિરાધાર પાટીદાર પરિવાર માટે ચાલતા ઉમિયા માનવ સેવા ટ્રષ્ટમાં દર વર્ષે રૂપિયા 51000/- એકાવન હજારનું દાન અર્પણ કરી કાયમી દાતા ટ્રષ્ટિ તરીકે નામ નોંધાવી અને દેહદાનમાં નામ નોંધાવી સમાજ ઉપયોગી ઉત્તમ કાર્ય કરવા બદલ ઉમિયા માનવ સેવા ટ્રષ્ટના પ્રમુખ પોપટભાઈ કગથરા ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા તેમજ દિનેશભાઈ વડસોલાએ પતિ પત્ની બંનેને ઉમિયા માતાજીનો ખેસ પહેરાવી અભિવાદન કર્યું હતું.

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here