Home સોજિત્રા મઘરોલમાં રિવર્સ આવતા ડમ્પરે વૃદ્ધાને કચડી નાંખ્યાં

મઘરોલમાં રિવર્સ આવતા ડમ્પરે વૃદ્ધાને કચડી નાંખ્યાં

228
0

(તસવીર પ્રતિકાત્મક છે)

(પ્રતિનિધિ) આણંદ તા.5

સોજિત્રા તાલુકાના મઘરોલ ગામે ડમ્પર રિવર્સ લેતા સમયે ચાલકની બેદરકારીના કારણે વૃદ્ધાને ટક્કર વાગી હતી અને હજુ ચાલક ડમ્પર રોકે તે પહેલા તેના તોતિંગ વ્હીલ વૃદ્ધના માથા પરથી ફરી વળતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે સોજિત્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મઘરોલ ગામે ટેકરાવાળા ફળીયામાં રહેતા શારદાબહેન રમેશભાઈ રાઠોડના ભેગા તેમના સાસુ ઇચ્છાબહેન (ઉ.વ.61) રહેતા હતા. દરમિયાનમાં ઇચ્છાબહેન દુધીવાળા વિસ્તારમાં આવેલા ખેતરમાં ડાંગર જોવા માટે ચાલતા 4થી એપ્રિલના રોજ સવારના ઘરેથી નીકળ્યાં હતાં. પરંતુ તેઓ મઘરોલ – બાલીન્ટા રોડ કાસ ઉપર ઇચ્છાબહેન પસાર થતા હતા તે સમયે એક ડમ્પર રિવર્સમાં આવી રહ્યું હતું. જેના ચાલકની બેદરકારીના કારણે ચાલતા જતા ઇચ્છાબહેનને ટક્કર વાગી ગઈ હતી અને તેઓ નીચે પડતાં જ તેમના પરથી ડમ્પરના તોતિંગ વ્હીલ માથા પરથી ફરી વળતાં સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અંગે શારદાબહેન રાઠોડે સોજિત્રા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here