Home ક્ચ્છ ભુજ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે અદાણી ફાઉ.અને ગેઈમ્સ આયોજિત મહિલા સંમેલન

ભુજ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે અદાણી ફાઉ.અને ગેઈમ્સ આયોજિત મહિલા સંમેલન

130
0
કચ્છ : 5 માર્ચ

અદાણી ફાઉન્ડેશન અને ગુજરાત અદાણી ઈન્સિ. ઓફ મેડિકલ સાયન્સનાં ઉપક્રમે આયોજિત મહિલા વિકની ઉજવણી ટાંકણે બોલતા ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડો.નિમાબેન આચાર્યએ કહયું કે, ભારતીય સંસ્કૃતિમાં સેવાનું અદકેરું મૂલ્ય છે અને તેની ધરોહર સમી મહિલાઓને સેવાની અખંડ મૂર્તિ કહેવામાં આવે છે.

ભુજ ખાતે અદાણી મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં વિશ્વ મહિલા દિન પૂર્વે યોજાયેલાં કાર્યક્રમમાં ડો.નીમાબેને તુલસીના કયારાને પાણી આપી કાર્યક્રમનું ઉદઘાટન કરતાં વધુમાં જણાવ્યું હતું કે, આ સેવાના ગુણધર્મને કારણે જ મહિલાઓ કોઇપણ પડકાર ઝીલી શકે છે. એટલે જ કુદરતે તેમનામાં સર્જન શકિતનું અદભૂત નિર્માણ કર્યુ છે અને માતૃત્વધારણ કરવું એ આ સર્જન શકિતનું સર્વોત્તમ ઉદાહરણ છે. આટલા મહાન ગુણો ધરાવતી મહિલાઓ આપણા અખંડ ભારતનો પાયો છે તેમ ઉર્મેર્યુ હતું.

આ પ્રસંગે ડો.નીમાબેન મહિલાઓને આર્થિક દષ્ટિએ પગભર બનવાની સાથે આરોગ્યક્ષેત્રે પણ સક્ષમ બનવા કહયું હતું. તેમણે આ તબકકે રાજય સરકાર અને અદાણી ફાઉન્ડેશનની આર્થિક યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે કોરોનાના વસમાકાળને યાદ કરીને કહયું કે, જી.કે.જનરલ હોસ્પિટલના તબીબો, નર્સિગ સ્ટાફે કરેલી સરાહની કામગીરી હંમેશ માટે ઉદાહરણ બનીને રહેશે.
આ પ્રસંગે મેડિકલ કોલેજના ડીન ડો.એન.ઘોષ, એડીશનલ ડીન ડો.એન.એન.ભાદરકા, ચીફ મેડીકલ સુપ્રિ.ડો.નરેન્દ્ર હિરાણી નર્સિંગ કોલેજના હેડ ગીતાબેન ગોર ઉપસ્થિત રહયા હતા. પ્રારંભમાં અદાણી ફાઉન્ડેશનના સામાજિક ઉતરદાયિત્વ વિભાગના હેડ પંકિતબેન શાહે અદાણી ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ માટે અપાતી સહાય તેમજ જુદી જુદી આર્થિક પ્રવૃતિની વિગતો આપી હતી.

કાર્યક્રમના ભાગરૂપે ઉપસ્થિત શ્રોતાજનોને ખાસ કરીને મહિલાઓને પ્રોત્સાહિત કરવા મુખ્ય વકતા તરીકે નિમંત્રિત અને રાપર કોલેજના આસી.પ્રો.ડો.રમજાન હુસેનીયાંએ મોટીવેશન સ્પીચ આપતાં જણાવ્યું હતું કે, શકિતરૂપેણ માતાઓ, બહેનો માટે કહેવાય છે કે, તેઓ પુરૂષની પાછળ અડીખમ ઉભી રહે છે. આવી બહેનોમાં ભગવાને સ્ત્રીત્વનો ખજાનો ખુલે હાથે છૂટો મૂકયો છે તેમણે મહાભારત, રામાયણ અને ઈસ્લામ ધર્મમાં મહિલાઓ માટે થયેલી વાતોનું ઉદાહરણ આપ્યું હતું. લાલન કોલેજના આસી.પ્રો.ચેતાલી ઠકકરે સ્ત્રી અને પુરૂષ એકબીજાના પુરક છે તેમ જણાવ્યું જયારે જાણીના કટારલેખક ડો.પૂર્વી ગોસ્વામીએ મહિલાઓને પોતાનું મહત્વ સમજવું પડશે અને જાતેજ હિમ્મત કરી આગળ આવવા આહવાન કર્યુ હતું.
આ પ્રસંગે રશિયા અને યુ્ક્રેન યુધ્ધ વચ્ચેથી દેશના વિધાર્થીઓને જાનના જોખમે સ્વદેશ સહી સલામત લાવનાર દીશા ગડાના માતા અને માસી ઉપસ્થિત રહયા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. દીશાબેન ગડાએ વીડીયો કોલ મારફતે કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને પ્રેરિત કરતો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમનું સંચાલન ફાઉન્ડેશન દેવલબેન ગઢવી અને પારસ મહેતાએ કર્યુ હતું. આભારદર્શન શિક્ષણ વિભાગના જાગૃતિબેન જોશીએ કર્યુ હતું. સન્માનવિધિમાં ભુજ અદાણી ફાઉન્ડેશનના કિશોરભાઇ ચાવડા, મુન્દ્રાના મનહરભાઇ ચાવડા, કરશનભાઇ ગઢવી, માવજીભાઇ બારૈયા, તેમજ ફાઉન્ડેશનની સમગ્ર ટીમે ઉપસ્થિત રહી કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી. આ પ્રસંગે સેલ્ફહેલ્પ ગ્રુપના બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, નર્સિંગ બહેનો સહિત ૬૦૦ બહેનો ઉપસ્થિત રહયા હતા.

 

અહેવાલ:  કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here