પાટણ : 3 મે
પાટણ જિલ્લામાં આજે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાતાવરણ રહ્યું હતું ભારે પવનને કારણે ચાણસ્મા દુકાનના પતરા અને બેડ હવામાં ઉડતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી તો બીજી તરફ વરસાદી માહોલને લઇ ને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.
સમગ્ર રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને આગામી સમયમાં ગરમીનો પારો વધવાની શક્યતા રહેલી છે તો બીજી તરફ વાતાવરણમાં પણ પલટો આવી રહ્યો છે પાટણ જિલ્લામાં આજે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવતા ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાતાવરણ ધૂળિયું બન્યું હતું પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આજે ભારે પવનને કારણે માર્કેટ યાર્ડની દુકાનના પતરા અને વજનદાર શેડ હવામાં ઉડતો સીસીટીવીમાં કેદ થયો છે. જોકે આ ઘટના દરમિયાન દુકાન બંધ હોવાથી તેમજ રોડ ઉપર કોઈની અવરજવર ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી