Home રાજ્ય ભાજપે સસ્પેન્સ ખોલ્યું !!! …. રાજ્યસભાની ચૂંટણી માટે બાબુભાઇ દેસાઇ અને કેસરીદેવસિંહ...

ભાજપે સસ્પેન્સ ખોલ્યું !!! …. રાજ્યસભાની ચૂંટણી માટે બાબુભાઇ દેસાઇ અને કેસરીદેવસિંહ ઝાલા મેદાને ….

129
0

ભાજપ દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટેનું મોટું સસ્પેન્સ ખોલી દેવામાં આવ્યું છે અને કંઇક નવા ચહેરાના નામ જાહેર કર્યા છે. અને રાજ્યસભાની ચૂંટણી માટે અન્ય બે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ નામ છે કેસરીદેવસિંહ ઝાલા અને બાબુભાઈ દેસાઈ.  ભાજપે દર વખતની જેમ ચૂંટણીમાં નવો ચહેરો ઉતારવાનો નિયમ રાજ્યસભામાં જાળવી રાખ્યો છે. બંને ઉમેદવારો  ગુજરાત વિધાનસભા ખાતે નામાંકન પત્ર ભર્યું હતું. આ જીત ભાજપની વનવે જીત બની રહેવાની છે. કારણ કે, કોંગ્રેસે પહેલેથી જ રાજ્યસભા નહિ લડે તેવી જાહેરાત કરી દીધી છે. વિદેશમંત્રી એસ.જયશંકરે સોમવારે રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર ભર્યુ હતું. ત્યારે હવે આજે બંને ઉમેદવારો પોતાનું નામાંકન નોંધાવશે. OBC અને ક્ષત્રિય ચહેરાને મેદાનમાં ઉતાર્યા

ભાજપે રાજ્યસભાના બે ઉમેદવાર જાહેર કર્યા છે. બાબુભાઈ જેસંગભાઈ દેસાઈનું નામ જાહેર કરાયુ છે. તો બીજુ નામ કેસરીદેવસિંહ ઝાલા છે. રાજ્યસભાના ઉમેદવારોના નામની તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકાયું છે. રાજ્યસભાના ઉમેદવાર તરીકે નવા જ નામ જાહેર કરાયા છે. ભાજપે ઓબીસી અને ક્ષત્રિય સમાજના બે ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. બાબુભાઈ દેસાઈ ઓબીસી સમાજમાંથી આવે છે. તો કેસરીસિંહ ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને વાંકાનેરના મહારાજા છે.

બાબુભાઈ જેસંગભાઈ દેસાઈનો જન્મ 1 જૂન 1957માં જન્મ કાંકરેજના ઉબરી ગામમાં થયો હતો. આમ તેઓ ઉંઝાના મક્તુપુરા ગામના વતની છે. તેમને ગોપાલક સમાજમાં સેવાકાર્યોને લીધે સમાજરત્નનું બિરુદ મળ્યું છે. તેઓ 2007માં કાંકરેજ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. તેમજ તેમણે ઓલ્ડ SSC સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે PM નરેન્દ્ર મોદીને આદર્શ રાજકારણી માને છે. ટિકિટ મગાય નહીં, મળવી જોઈએ અને ન મળે તો કાર્યો બંધ કરવાનાં નહીં તેવી માન્યતા ધરાવે છે.

વાત કરીએ કેસરીસિંહ ઝાલાના પિતા દિગ્વિજયસિંહ કોંગ્રેસની સરકારમા ભારતના પ્રથમ પર્યાવરણ મંત્રી હતા. તેઓ મુંબઈ રહે છે. તેમના લગ્નમા મોદીએ પણ હાજરી આપી હતી.તેમના કાકા રણજીતસિંહ હાલ ઉંમર 83 વર્ષના છે અને રાજસ્થાનમા રહે છે. તેઓ ફોરેસ્ટ સેક્રેટરી હતા ત્યારે તેમણે વન્યજીવ સંરક્ષણ કાયદો ઘડાયો હતો અને ભારતમાં ચિતાને લાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પક્ષ રાખ્યો હતો. આ દરબાર ભાજપને રાજસ્થાનમા પણ ફળશે, ઝાલાનુ મૌસાળ ત્યાંના રાજવી પરિવારોમા છે.

ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠક માટે ચૂંટણી યોજાશે. રાજ્યસભાની ચૂંટણી માટે 13 જુલાઇએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 24 જુલાઈ ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં બે રાજ્યસભા બેઠકોના ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કાંકરેજના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈ અને કેસરીસિંહ ઝાલાનું નામ જાહેર કરાયું છે. મહત્વનું છે કે, ત્રણ બેઠકો પૈકી કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે બે દિવસ અગાઉ જ CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here