Home સુરેન્દ્રનગર બી.આર.સી. ભવન લીંબડી દ્વારા આયોજિત લીંબડી તાલુકા કક્ષાના ” વિજ્ઞાન મેળા” નું...

બી.આર.સી. ભવન લીંબડી દ્વારા આયોજિત લીંબડી તાલુકા કક્ષાના ” વિજ્ઞાન મેળા” નું આયોજન

133
0

સુરેન્દ્રનગર: 23 ડિસેમ્બર


લીંબડી તાલુકાના રળોલ મુકામે જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન સુરેન્દ્રનગર પ્રેરિત અને બી.આર.સી. ભવન લીંબડી દ્વારા આયોજિત લીંબડી તાલુકા કક્ષાના ” વિજ્ઞાન મેળા” નું આયોજન થયું હતું. જેમાં લીંબડી તાલુકાની કુલ 45 કૃતિઓ રજુ થઈ હતી. જેમાં વિભાગ – 4 – પરિવહન અને નાવીન્ય મા શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ.કે.કુમાર શાળા,લીંબડી ના વિદ્યાર્થીઓ ચૌહાણ ધ્રુવીલ મેહુલભાઈ તથા ચાવડા વત્સલ રમેશભાઈએ પોતાના માર્ગદર્શક શિક્ષકશ્રી ભાવિનકુમાર વાઘેલાના માર્ગદર્શન હેઠળ ” સ્માર્ટ બ્રિજ” કૃતિ રજુ કરી સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમ મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે. જે બદલ શ્રી લીંબડી કેળવણી મંડળ તેઓને અભિનંદન પાઠવે છે.

અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર
Previous articleબળોલ શ્રી દેવાનંદ સ્વામી વિદ્યાલય ખાતે વાલી સંમેલન યોજવામાં આવ્યું
Next articleશ્રી સર જે. હાઇસ્કૂલ,લીંબડીના પ્રાર્થના હોલમાં ધોરણ 1 થી 8 ના વાલી સંપર્ક સંમેલન તથા વિદ્યાર્થી માર્ગદર્શન અને સન્માનના કાર્યક્રમનું આયોજન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here