દિવસેને દિવસ પ્રેમમાં હત્યા કરવાના ચોકાવનારા કિસ્સાઓ સામે આવે છે. પરંતુ આજે એક એવો કિસ્સો સામે આવ્યો જે પ્રેમ જેવી પર્વિત્ર સબંધો પર સવાલ ઊભા કરી દે એમ છે. કોઈ પણ વ્યક્તિના રુવાટા ઊભા થઈ જાય તેવી ઘટના સામે આવી છે.
આજે એક એવા કિસ્સાની વાત કરવી છે કે જેમાં એક છોકરીએ પોતાના કરતાં બમણી ઉંમરના યુવક સાથે પ્રેમ સબંધ બાંધ્યો. પ્રેમ સબંધ વધુ ગાઢ બનતા બંને લિવઇનમાં રહ્યા પરંતુ આ પ્રેમપ્રકરણ છોકરીની પોતાના જ પ્રેમીએ ક્રૂર હત્યા કરી મોતને ઘાટ ઉતારી દીધી. નવસારી જિલ્લાના ખેરગામ પાસે આવેલા એક ગામની જ્યાં 15 વર્ષની છોકરી રહેતી હતી. જેમાં છોકરીનો પરિવાર પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાના કારણે તે દૂધ ભરવવા માટે તેના ગામથી નજીક આવેલા ગૌરી ગામમાં જતી હતી. આ દરમિયાન ગૌરી ગામનો 29 વર્ષની ઉંમરનો યુવાન તે છોકરીને આવતા જતાં જોતો હતો. ત્યારબાદ બન્ને વચ્ચે પ્રેમ થયો.ત્યાર બાદ યુવાન છોકરીને ભગાડી લઈ ગયો હતો. તેની સાથે સાત મહિના રાખી છોકરી ફરીવાર પોતાના ઘરે આવી હતી અને યુવાન સાથે સંબંધ પૂરા કરી દીધા હતા. જેથી ઉશ્કેરાયેલા યુવાને વારંવાર એ છોકરીને પોતાને ઘરે લાવવા માટેના પ્રયાસ શરૂ કર્યા હતા.પરંતુ તેને સફળતા મળતી ન હતી.
25મી સપ્ટેમ્બરના રોજ છોકરીને જાનથી મારી નાંખવાના ઇરાદે તેના ઘરે આવેલા યુવાને ફરીવાર પોતાની ઘરે આવવા કિશોરીને મનાવી પરંતુ તે માની ન હતી. જેથી યુવાને તેના આ ક્રૂર ષડ્યંત્રને અંજામ આપ્યો હતો.હેમખેમ માનવીને ઘરે લઈ આવ્યો એ પહેલા વાત કરીયે યુવકની તો તેના પરિવારમાં માતા-પિતા અને એક બહેન છે. જેમાં બેનનાં લગ્ન થઈ ગયા હોવાથી સાસરે હતી. જ્યારે તેનાં માતા-પિતા શાકભાજીની ખેતી કરે છે અને યુવાન સેન્ટ્રિંગનું કામ કરે છે એટલે જ્યારે તે બંને ઘરે પહોંચ્યાં ત્યારે એનાં માતા-પિતા ઘરે હાજર હતાં. આ સમયે યુવાને તેની માતાને ખેતરમાં જઈને ઘાસ લઈ આવ એવું કહેતા તેના માતા ખેતરમાં ઘાસ લેવા માટે ગયા. તેમજ પિતા ઘરના આંગણામાં બેઠા હતા. બીજી બાજુ યુવકે પ્રેમિકાને કહ્યું કે તું આવી જ છે તો ઘરે રોટલીને એવું બનાવી દે. જેથી તે રોટલી બનાવવા માટે ગઈ. આમ ઘરે અંદર કોઈ ના હોવાના કારણે યુવકે તકનો લાભ ઉઠાવ્યો રસોડામાં ગયો ત્યાં રસોડામાં વાયરો પડ્યા હતા. બીજી બાજુ યુવક સેન્ટ્રિંગનું કામ કરતો હોવાથી વાયર કઈ રીતે તોડવો તે જાણતો હતો એટલે તેને રસોડામાં જઈને જ વાયર હાથમાં લીધો. ત્યારે છોકરીને થયું કે તે સેન્ટ્રિંગનું કામ કરતો હતો એટલે એનું કામ કરતો હશે તેમ સમજીને રોટલી બનાવી રહી હતી. આ દરમિયાન વાયરની આંટી મારીને છોકરીના ગાળામાં નાંખીને દબાવી દીધી, જેથી તેનો અવાજ બહાર ન જાય અને બચાવવા માટે બૂમો પણ ન પાડી શકી.એમ કરી તેને કોઈ જોઈ ન જાય તે માટે ખાટલામાં સૂવાડી દઈ ત્યારબાદ તેના બાઈકની ચાવી લઈ તેનું બાઇક ચાલુ કરીને એની 5 થી 10 કિલોમીટર દૂર રહેતી તેની બેનના ઘરે ભાગી ગયો હતો. ત્યાર બાદ ઘરનાને જાણ થતાં. ગામના સરપંચને જાણ કરી કે તેણીએ આમહત્યા કરી લીધી હોય એવું લાગે છે. ત્યાર બાદ તાત્કાલિક રીતુને ધરમપુર હોસ્પિટલ લઈ જવામાં આવી અને ત્યાંથી ખેરગામ પોલીસને જાણ કરી. આ અંગે જાણ થતાં રીતુનાં માતા-પિતા પણ ધરમપુર હોસ્પિટલ પહોંચી ગયાં. સમગ્ર બનાવમાં યુવકની પોલીસે અટકાયત કરી હતી.