Home પોરબંદર પોરબંદર જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી…

પોરબંદર જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી…

220
0

સમગ્ર વિશ્વની સાથે ભારતમાં અને ગુજરાત રાજ્યમાં યોગ આપણી જીવનશૈલીનું મહત્વનું અંગ બને તથા તન અને મન થી તંદુરસ્ત રહેવા માટે યોગ અને પ્રાણાયામને જીવનની દૈનિક ક્રિયાનો એક મહત્વનો ભાગ બનાવવા બાબતે લોકો જાગૃત બને તેવા ઉમદા હેતુ સાથે વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ, હર ઘર આંગણે યોગ’ થીમ સાથે ૯ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે પોરબંદર  ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી પોરબંદર ના સાંસદ રમેશ ધડુકની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ મહેલ પાસે ચોપાટી  ખાતે કરવામાં આવી હતી.

આ પ્રસંગે   જિલ્લા કલેકટર કે.ડી લાખાણી એ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા બાદ સમગ્ર વિશ્વને યોગ તરફ વળવા હાંકલ કરી અને વિશ્વએ યોગનું મહત્વ સ્વાકાર્યું. આજે સમગ્ર વિશ્વ ભરતની ઋષિ પરંપરા અપનાવી યોગ કરતું થયું છે. જિલ્લાના તમામ યોગ સાધકોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, આપણું પરિવાર કાયમી યોગ કરતું થાય તે જરૂરી છે. આજે આપણી જીવનશૈલી અને ખાણીપીણી એવી થઈ ગઈ છે કે, સ્વાસ્થ્યપ્રદ જીવન માટે યોગ મહત્વનું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે સમગ્ર પોરબંદર માં હજારો લોકો યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here