પોરબંદર: 26 ડિસેમ્બર
પોરબંદરમાં કુદરતી ભેટ સમો રમણીય દરિયા કિનારો આવેલ છે. દરિયા પ્રત્યે લોકોનો ભય દૂર થાય તથા લોકો એડવેન્ચર સ્પોર્ટની મજા માણી શકે તે માટે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા રવિવારે 25 ડિસેમ્બર ના રોજ ઓપન પોરબંદર તરણ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં પોરબંદર જિલ્લામાંથી 100 થી પણ વધારે ભાઇઓ, બહેનો, અને બાળકોએ ભાગ લીધો હતો
આ સ્પર્ધા 1 કી.મી. અને 10 કી.મી. ની યોજવામાં આવી હતી જેમાં 1 કી.મી. માં વિવિધ ઉંમરની કેટેગરી વાઇઝ અને 60 થી ઉપરની ઉંમરનાં ભાઇઓ તથા બહેનો માટેની સ્વિમિંગ સ્પર્ધા યોજાઇ હતી. છેલ્લા 22 વર્ષથી દરિયામાં તરણ સ્પર્ધાનું આયોજન આ ક્લબ દ્વારા કરવામાં આવે છે. તા 25 ડિસેમ્બર ના રોજ રવિવારે સવારે 6:15 કલાક થી સ્પર્ધા શરૂ થઈ હતી. આ સ્પર્ધામાં રેસ્ક્યુ માટે 7બોટ, 10 ક્યાકર્સ તેમજ રીંગ બોયા સાથે ક્લબનાં સભ્યો રેસ્ક્યુ માટે રહ્યા હતા. તેમજ 108 એમ્બ્યુલન્સ અને દરિયામાં 108 બોટ એમ્બ્યુલન્સ રાખવામાં આવી હતી. વિજેતાઓનાં ટાઇમીંગ મેળવી વિવિધ કેટેગરીમાં 1 થી 3 વિજેતા જાહેર કરવામાં હતા. આ સ્પર્ધા યોજાતા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
1કિમી 6 થી 14 વર્ષની કેટેગરીના વિજેતા
1કિમીમાં 14 થી 40 વર્ષની કેટેગરીના વિજેતાઓ 14 થી 40 કેટેગરીમાં પાર્થ ભાવિન પ્રથમ, સાગર ખોખરી બીજા સ્થાને અને વિક્રમ મોરી ત્રીજો નંબર તેમજ બહેનોમાં એકતા મકવાણા પ્રથમ, ભાર્ગવી તૈયારેલા બીજો અને નીતાબેન પાલાએ ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો.
ઓપન પોરબંદર સમુદ્ર તરણ સ્પર્ધામાં 1 કિમી માં 6 થી 14 વર્ષની કેટેગરીમાં જયદીપ કીથોરિયા પ્રથમ, અભય છેલ૨ દ્વિતીય અને વિજય મોરી તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
એક કિલોમીટરમાં 40 થી 60 વર્ષની કેટેગરીના વિજેતાઓ
40 થી 60 કેટેગરીમાં 1 કિમી સ્પર્ધામાં બેવન મછવારા પ્રથમ, સવદાસ ભૂતિયા બીજો નંબર અને જયેશ પોસ્તરિયા ત્રીજો નંબર તથા દક્ષાબેન ચામડિયા પ્રથમ, ગીતાબેન સાગોઠિયા બીજો નંબર અને ભાવનાબેન ચામડીયા ત્રીજો નંબર મેળવ્યો હતો.
60 વર્ષની કેટેગરીના વિજેતા
10 કિમીમાં સ્પર્ધાનાવિજેતાઓ
સમુદ્રમાં 10 કિમી ની સ્પર્ધામાં નાવિક શિયાળ પ્રથમ નંબર, સચિન બલિયા દ્વિતીય નંબર અને હિરેન જેબરએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
1 કિમીના 60થી ઉપરની કેટેગરીમાં રામજીભાઈદત્તા પ્રથમ, દિપેન્દ્રભાઈ પરમાર દ્વિતીય અને લઘુભાઈ સોનેરી તૃતીય ક્રમે રહ્યા હતા.