Home પેટલાદ પેટલાદ માં દાંત નો નિઃશુલ્ક ચેક અપ કેમ્પ યોજાયો…

પેટલાદ માં દાંત નો નિઃશુલ્ક ચેક અપ કેમ્પ યોજાયો…

179
0
પેટલાદ : 10 જાન્યુઆરી

લોકોમાં શરીર ની બીમારી વધી રહી છે તે સાથે ખાન પાનની બદલાયેલી આદતો અને ઓછા કેલ્શિયમના કારણે લોકો માં દાંત ની બીમારી પણ વધી રહી છે. ત્યારે દાંત ને લગતી તકલીફો દૂર થાય તે હેતુ થી પેટલાદમાં ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.

દાંતની આધુનિક સારવાર સરળ બની છે પરંતુ ખૂબ જ મોંઘી હોવાના કારણે સામાન્ય લોકો સારવાર કરાવવામાં અસમર્થ બની રહ્યા છે ત્યારે સામાન્ય ચેકઅપ માટે પણ ડોક્ટરો તગડી કન્સલ્ટિંગ ફી વસુલતા હોય છે. તેવામાં આમ આદમી માટે સેવભાવ ધરાવતા અને 25 વર્ષથી પેટલાદમાં નવજીવન દાંતનું દવાખાના ના ડો.મનીષભાઈ ઠાકોરે કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકોને રાહત મળી રહે તે હેતુથી મફત નિદાન કૅમ્પ રાખ્યો હતો. સરકારની ગાઈડ લાઇનનું પાલન થાય તે રીતે કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં અંદાજીત 100 કરતા પણ વધુ લાભાર્થીઓ એ દાંતને લગતી સમસ્યા ચકાસાવીને કેમ્પની સુવિધાનો લાભ લીધો હતો. જ્યારે ડો.મનીષભાઈ ઘ્વારા સેવાકીય પ્રવૃત્તિમાં ડો અજિત પણ તેમની સાથે જોડાયા હતા અને કેમ્પમાં સેવા આપી હતી.



અહેવાલ : પેટલાદ, આણંદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here