Home સુરેન્દ્રનગર પાણીની અછતવાળો ઝાલાવાડ પથંક નર્મદાના નીરથી પાણીદાર બન્યો!..

પાણીની અછતવાળો ઝાલાવાડ પથંક નર્મદાના નીરથી પાણીદાર બન્યો!..

134
0

 

સુરેન્દ્રનગર:૭ જાન્યુઆરી


સુરેન્દ્રનગર જીલ્લાના લખતર તાલુકાના ઢાંકી પમ્પીંગ સ્ટેશનથી કુલ પાંચ પમ્પીંગ સ્ટેશનમાં હેવી વોલ્ટેજ મોટરોથી પાણી પમ્પીંગ કરીને સુરેન્દ્રનગર ધોળીધજા ડેમની સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને ભાવનગર સુધી નર્મદાનું પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે.જેમાં તંત્ર નેવાના પાણી મોભે ચઢાવે તેવી સ્થિતિ છે. એશીયાના સૌથી મોટા લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પર મીડિયાની ટીમે મુલાકાત લઇને જાણ્યું હતું કે એક સમયે વિરડા અને બેડાયુધ્ધ માટે જાણીતો પાણીની અછતવાળો ઝાલાવાડ પથંક નર્મદાના નીરથી પાણીદાર બન્યો છે.

આ સાત કેનાલો મારફતે પહોંચે છે સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણી

નરસિંગપુરા બ્રાન્ચ, માળીયા બ્રાન્ચ, વલ્લભીપુર બ્રાન્ચ, ધ્રાંગધ્રા બ્રાન્ચ, લીંબડી બ્રાન્ચ, મોરબી બ્રાન્ચ, ધોળીધજા બ્રાન્ચ

ક્યા પમ્પીંગ સ્ટેશનની કેટલી કેપેસિટી
( પમ્પીંગ સ્ટેશન કેપેસિટી ક્યાં પાણી પહોંચાડે )

NC 2647 કરોડ લિટર – ભાવનગર તરફ

NC 3043 કરોડ લિટર – ખીડોઇ કચ્છ અને જામનગર તરફ

NC 3245 કરોડ લિટર – રાજકોટ તરફ

સમગ્ર ગુજરાતમાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને થયો છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢ‍ાંકી પમ્પીગ સ્ટેશનથી કુલ પાંચ પમ્પીંગ સ્ટેશનમાં હેવી વોલ્ટેજ મોટરોથી પાણી પમ્પીંગ કરીને સુરેન્દ્રનગર ધોળીધજા ડેમની સાથે આખા સૌરાષ્ટ્ર, કચ્છ અને ભાવનગર સુધી નર્મદાનું ફિલ્ટર યુક્ત પાણી પહોંચાડવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના ઢ‍ાંકી પમ્પીંગ સ્ટેશનથી સુરેન્દ્રનગર જિલ્લાન‍ા સુરેન્દ્રનગર, વઢવાણ અને જોરાવરનગર સહિત જિલ્લાન‍ા 9 તાલુકાના 5.73 લ‍ાખ લોકોને નર્મદાનું ફિલ્ટરયુક્ત પીવાના પાણીનો લાભ મળી રહ્યોં છે. સૌરાષ્ટ્રની મેઇન કેન‍‍ાલમ‍ાંથી એશીયાના સૌથી મોટા ઢ‍ાંકી પમ્પીંગ સ્ટેશનના પાંચ વિવિધ પમ્પીંગ સ્ટેશન દ્વારા 59 કિ.મી.થી 104.46 કિ.મી.એરીયા કવર કરીને 66.43 મીટર ઉંચાઇ સુધી પાણી પમ્પીંગ કરવામાં આવે છે. કારણ કે સુરેન્દ્રનગર ધોળીધજા ડેમની ઉંચાઇ 66.43 મીટર છે. જેમ‌ાં સુરેન્દ્રનગર જિલ્લાની લિલાપુર-ઢાંકી પમ્પીંગ સ્ટેશનથી 10.806 મીટર ઉપર, લખતર પમ્પીંગ સ્ટેશનથી 15.71 મીટર ઉપર, બાલ‍ા પમ્પીંગ સ્ટેશનથી 15.047 મીટર ઉપર, રાજપર પમ્પીંગ સ્ટેશનથી 12.047 મીટર ઉપર અને દૂધરેજ ખમીસાણા પમ્પીંગ સ્ટેશનથી 12.047 મીટર ઉપર મળી ધોળીધજા ડેમની 66.43 મીટર ઉંચાઇએ પમ્પીંગ કરીને પહોંચાડવામાં આવે છે. વધુમાં ધોળીધજા ડેમથી રૂ. 2.61 કરોડન‍ા ખર્ચે નાયકા ડેમને પણ પાઇપલાઇન દ્વારા જોડવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરને રોજનું 4 કરોડ લિટર પાણીની જરૂરિયાત છે જ્યારે લખતર ઢાંકી પમ્પીંગ સ્ટેશનથી સુરેન્દ્રનગર ધોળીધજ‍ા ડેમને રોજનું 43.2 કરોડ લિટર પાણી મળે છે. જ્યારે સૌરાષ્ટ્ર કેનાલમાંથી કુલ રૂ. 1304 કરોડના ખર્ચે 1666 ગામડાઓ અને 17 શહેરોને નર્મદાનું પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ દસાડા (પાટડી) તાલુકાને થયો છે

નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારને થયો હોવાની તંત્ર દ્વારા દાવો કરવામાં આવે છે. સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાંથી પસાર થતી ઝીંઝુવાડા શાખા, ખારાઘોઢા શાખા, ગોરૈયા શાખા, વિરમગામ-2 શાખા અને માળીયા શાખા કેનાલ પસાર થાય છે. જેમાં કુલ રૂ. 2700 કરોડના ખર્ચે રણકાંઠાના 82 ગામોના 912.58 કિ.મી. વિસ્તારને આવરી લેવાતા આ કેનાલોથી રણકાંઠાના 29,746 ખેડૂતોની 75,695 સીસીએ હેક્ટરને નર્મદાનો લાભ મળી રહ્યોં હોવાના તંત્રના દાવાઓ કરવામાં આવે છે.

રણકાંઠામાંથી પસાર થતી કેનાલોની લંબાઇ (કિ.મી.માં)
નહેર શાખા વિશાખા પ્રશાખા લંબાઇ
વિરમગામ-2 – – 7.91 7.91
ગોરૈયા– – 20.53 92.17 112.70
ખારાઘોઢા– 5.04 30.88 124.40 160.32
ઝીંઝુવાડા-28.55 133.08 470.02 631.35
કુલ– 33.59 184.19 694.50 912.58

દસાડા તાલુકાના 82 ગામોને પિયતનો લાભ
નહેર ગામોં કુલ લંબાઇ(કિ.મી.માં) કુલ ખર્ચ(રૂ.લાખ) સીસીએ (હેક્ટરમાં) લાભાર્થી ખેડૂતો
વિરમગામ-2 1 7.91 14 405 246
ગોરૈયા- 18 112.70 3438 8550 4800
ખારાઘોઢા- 16 160.32 3333 13398 6202
ઝીંઝુવાડા- 47 631.65 20186 53342 18458
કુલ- 82 912.58 26971 75695 29746

પાણીની અછતવાળો ઝાલાવાડ પથંક નર્મદાના નીરથી પાણીદાર બન્યો : જનકભાઇ કલોત્રા- નિવૃત્ત ખેતીવાડી અધિકારી- સુરેન્દ્રનગર

મીડિયા સાથે ખાસ વાતચીતમાં સુરેન્દ્રનગરના નિવૃત્ત ખેતીવાડી અધિકારી જનકભાઇ કલોત્રા જણાવે છે કે, નર્મદા કેનાલ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા, લખતર, લીંબડી, વઢવાણ, ધ્રાંગધ્રા અને હળવદ સહિતના તમામ તાલુકાઓમાંથી પસાર થાય છે. અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ આધારિત ખેતી થતી હોવાથી વર્ષે એક જ પ‍ાક લેવાતો હતો. અને હવે નર્મદાના નીર આવતા જિલ્લામાં 3 રૂતુ પાક જેવા કે ઉનાળુ, શિયાળુ અને ચોમાસુ પાક લેવાય છે. જિલ્લાના ખેડૂતો હવે આગોતરૂ વાવેતર પણ કરવા લાગ્યા છે. પહેલા સુરેન્દ્રનગર જિલ્લામ‍ાં ફક્ત કપાસ, જુવાર અને બાજરી જેવા પાકોનું જ વાવેતર થતુ હતુ. અને હવે નર્મદાના નીર આવતા ઉનાળુ પાકમાં- ઉનાળું તલ, શાકભાજી અને મગફળીનું વાવેતર જ્યારે રવિ પાકમાં- જીરૂ, ચણા, મેથી અને મરી-મસાલાનું વાવેતર થાય છે. નર્મદાના નીર આવતા ઝાલાવાડ પથંકની જમીનની ફળદ્રુપતા વધી છે અને હવે જમીન પડતર રહેતી નથી. નર્મદાના નીરથી ખેડૂતને મબલક પાકનું ઉત્પાદન થતાં ખેડૂતો પણ આર્થિક રીતે સધ્ધર બન્યા છે. નર્મદાન‍‍ા નીર આવતા ઝાલાવાડ પથંકમાં બાગાયતી પાકો જેવા કે કેરી, જામફળ, આંબા, ચીકુ અને દાડમના બાગાયતી પાકોનું બમ્પર ઉત્પાદન થયું છે. જે બહારના જિલ્લા અને રાજ્યમાં નિકાસ થતાં ખેડૂતો આર્થિક રીતે ખુબ સધ્ધર બન્યા છે.

વધુમ‍ાં નર્મદાના નીરથી લીલા ઘાસચારાનું પણ વાવેતર વધતા પશુપાલનનો વ્યવસાય પણ ખુબ વધ્યો છે. નર્મદાના નીરના લીધે હવે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને કોઇપણ પ‍ાકનું વાવેતર કરવામાં જોખમ રહેતુ નથી. નર્મદા કેનાલથી ખેડૂતો જ્યાંથી પાણી મળે ત્યાંથી પાણી લે છે અને જો કદાચ કેનાલ દૂર હોય તો ખેડૂત સ્વ:ખર્ચે પાણી લે છે. અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં 6 થી 6.50 લાખ હેક્ટરમાં વાવેતર થતુ હતુ. જે હવે નર્મદાના નીરના લીધે સુરેન્દ્રનગર જિલ્લામાં વાવેતર વધીને હાલમાં 7.50 લાખ હેક્ટર સુધી પહોંચ્યું છે. નર્મદાના નીરથી દસાડા, લખતર અને લીંબડીની બંજર જમીનમાં પણ વાવેતર થવા લાગ્યું છે. જ્યારે લખતર અને લીંબડીના ગામોમ‍ાં તો હવે નર્મદાના નીરથી ડાંગરનું વાવેતર પણ નોંધાયું છે.


અહેવાલ: સચિન પટવા સુરેન્દ્રનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here