Home પાટણ પાટણ રમત ગમત સંકુલ ખાતે મધ્ય જોનની અંડર 17 બાસ્કેટબોલ સ્પર્ધાનો...

પાટણ રમત ગમત સંકુલ ખાતે મધ્ય જોનની અંડર 17 બાસ્કેટબોલ સ્પર્ધાનો પ્રારંભ….

132
0

પાટણ: 18 મે


ખેલ મહાકુંભ અંતર્ગત પાટણ શહેરના સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકીએ મધ્ય ઝોનની અંડર -૧૭ બાસ્કેટ બોલ સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો . આજે શરૂ થતી મધ્ય ઝોનની ઓપન કેટેગરીની બાસ્કેટ બોલ સ્પર્ધામાં અમદાવાદ શહેરની ટીમ વિજેતા બની હતી . જ્યારે મહેસાણાની ટીમ રનર્સ અપ જાહેર થઈ હતી.

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત , ગાંધીનગર અને જીલ્લા વહીવટી તંત્ર પાટણ , દ્વારા આયોજિત અને જીલ્લા રમતગમત અધિકારીની કચેરી , પાટણ દ્વારા સંચાલિત તથા જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પાટણના સહયોગથી ખેલ મહાકુંભ અંતર્ગત ભાઈઓ માટે તા .૧૫ / ૦૫ / ૨૦૨૨ થી તા .૨૨ / ૦૫ / ૨૦૨૨ સુધી મધ્ય ઝોનની અંડર -૧૭ બાસ્કેટ બોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે . જેમાં મધ્ય ઝોનના જિલ્લાની કુલ ૮ ટીમો વચ્ચે વિજેતા થવા મુકાબલો થશે .


આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકીએ જણાવ્યું કે , રાજ્ય સરકાર દ્વારા જિલ્લા ક્ષાએ આધુનિક સુવિધાઓથી યુક્ત રમતગમત સંકુલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે . રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા ખેલ મહાકુંભ થકી સ્પોર્ટ્સ ક્ષેત્રે યુવાનોને પોતાની પ્રતિભા દર્શાવવાની તક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે . રોજિંદા જીવનમાં ખેલકૂદનો સમાવેશ કરવાથી વ્યક્તિત્વ વિકાસની સાથે રમતગમત ક્ષેત્રે કારકિર્દી ઘડતરનો અવસર પણ ખેલ મહાકુંભ થકી પ્રાપ્ત થાય છે . નાની ઉંમરથી જ પોતાને ગમતી રમતમાં આગળ વધવાની તક મળી છે . ત્યારે ખેલદિલી સાથે જિલ્લા કક્ષાએ , ઝોન કક્ષાએ અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજય બનો તે માટે તમામને શુભેચ્છાઓ પાઠવી હતી

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here