Home પાટણ પાટણ : પંજાબ સરકારના વિરોધમાં જિલ્લા કિસાન મોરચા દ્વારા ધરણા…

પાટણ : પંજાબ સરકારના વિરોધમાં જિલ્લા કિસાન મોરચા દ્વારા ધરણા…

73
0
પાટણ : ૧૨ જાન્યુઆરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબના ફિરોઝપુરમાં એક રેલીને સંબોધન માટે જઈ રહ્યા હતા ત્યારે ફ્લાયઓવર પર કાફલાને 20 મિનિટ સુધી રોકી રાખવામાં આવ્યો હતો આ સમયે વડાપ્રધાન ની જીંદગી સામે ખતરો ઉભો થયો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટનાને સુરક્ષામાં મોટી ચૂક ગણાવી હતી. પંજાબ કોંગ્રેસ સરકાર દ્વારા નિમ્ન કક્ષાની રાજનીતિ ના ભોગે આ કાફલા ને રોકી વડાપ્રધાનના જીવને જોખમ મૂકયો હોવાના આરોપ સાથે બુધવારે પાટણમાં પાટણ જિલ્લા કિસાન મોરચા દ્વારા રેલવે ગરનાળા પાસે આવેલી ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકરો એ પંજાબ ની કોંગ્રેસ સરકાર સામે સૂત્રો પોકારી દેખાવો કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર મહામંત્રી ભાવેશભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી ગૌરવ મોદી સહિત પાટણ જિલ્લા ભાજપ કિસાન માેરચાના આગેવાનો,કાયૅકરો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.


અહેવાલ : પ્રતિનિધિ, પાટણ 
Previous articleસુરેન્દ્રનગરમાં કોરોનામાં ૧ મોત,આરોગ્ય સચિવે તલબ કરતા વહીવટીતંત્ર દોડતું થયું, આજે નવા ૧૬ કેસ આવ્યા…
Next articleવડનગર ગ્રંથાલય ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here