Home પાટણ પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે ઈન્ચાર્જ નાયબ માહિતી નિયામક તરીકે હોદ્દો સંભાળતા...

પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે ઈન્ચાર્જ નાયબ માહિતી નિયામક તરીકે હોદ્દો સંભાળતા શ્રી કુલદીપ પરમાર

105
0

પાટણ : 16 મે


પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે નાયબ માહિતી નિયામક અમિત ગઢવીની બદલીથી ખાલી પડેલી જગ્યા પર વધારાનો હવાલો સોંપવામાં આવતાં નવનિયુક્ત સહાયક માહિતી નિયામક કુલદીપ પરમારે પાટણ નાયબ માહિતી નિયામક તરીકેનો પદભાર સંભાળી લીધો છે.
માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા તાજેતરમાં જ નાયબ માહિતી નિયામક અને સહાયક માહિતી નિયામકોની ભરતી કરવામાં આવી છે. જે અન્વયે માહિતી નિયામકની કચેરી ખાતે પ્રકાશન શાખામાં સહાયક માહિતી નિયામકશ્રી તરીકે શ્રી કુલદીપ પરમારની નિમણૂંક કરવામાં આવી હતી.

આ સાથે જ માહિતી ખાતા દ્વારા વર્ગ-01ના અધિકારીશ્રીઓની બદલી અન્વયે શ્રી અમિત ગઢવીની બનાસકાંઠા નાયબ માહિતી નિયામકશ્રી તરીકે બદલી થતાં શ્રી કુલદીપ પરમારે પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે નાયબ માહિતી નિયામકશ્રી તરીકે વધારાનો હવાલો સંભાળતાં કચેરીના સ્ટાફ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here