પાટણ : 14 ફેબ્રુઆરી
ભારતીય સંસ્કૃતિની ધરોહર નવી પેઢીના યુવાનો અને બાળકો પણ જાણી શકે તે માટે આજે ૧૪મી ફેબ્રુઆરીના દિવસે હિન્દુ પરિષદ પાટણ દુર્ગા વાહીની દ્વારા માતૃ-પિતૃ દીવસની ઉજવણી ગાંધી સુંદર લાલ પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી.
સમગ્ર ભારતમાં છેલ્લા બે દાયકાઓથી વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભારતીય સંસ્કૃતિની ધરોહર આજની પેઢીના બાળકો અને વિદ્યાર્થીઓ યુવાનો જાળવી રાખે તે માટે માતૃ પિતૃ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમા શાળાનાં બાળકો દ્વારા માતા પિતાનું પુજન કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. શાળાના બાળકોએ પોતાના માતા-પિતાને કુમકુમ તિલક કરી તેઓની આરતી ઉતારી માતા પિતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
ઉપરોક્ત કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ પાટણ જિલ્લા દુર્ગા વાહીની ઉપાધ્યક્ષ અવનીબેન પ્રજાપતિ અને દૂર્ગાવાહિની જિલ્લા સંયોજીકા અંશુ જોશી સહિત ગાંધી સુંદરલાલ શાળાનાં આચાર્ય સહિતનો સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો