પાટણ : ૧૭ જાન્યુઆરી
પાટણ પાટણના છીંડીયા દરવાજા પાસે આવેલ અંબાજી માતાના મંદિર ખાતે મા અંબાના પ્રાગટ્ય દિવસની મંદિરમાં કોરો ના ગાયન સાથે દર્શનનું આયોજન ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં માઇભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
પોષ સુદ પૂનમ એટલે જગતજનની મા જગદંબાનો પ્રાગટ્ય દિવસ આ દિવસે સમગ્ર દેશમાં વિવિધ અંબાજી માતાના મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને ભક્તિભાવપૂર્વક આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે વધતા જતા કોરોના કેસો ને લઈને આ તહેવારને પણ અસર થઈ છે પાટણ શહેરના છીંડીયા દરવાજા નજીક આવેલ અંબાજી માતાના મંદિર ખાતે આજે માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે હર્ષોલ્લાસ સાથે કોરોના ગાઇડલાઇન મુજબ ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે માતાજીની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ મંદિરના ગર્ભગૃહમાં માતાજી સમિપ રંગબેરંગી ફુલોની આંગી કરવામાં આવી હતી જેમાં શ્રદ્ધાળુઓ માઇભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આમ પાટણ માં અંબાના પ્રાગટ્ય દિવસની સાદગીમાં રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી